અપેક્ષા વચ્ચે આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરી દેવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : બજેટ રજૂ કરવામાં આવે તેના એક દિવસ પહેલા આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. નવી સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર આર્થિક સર્વેમાં બજેટની દિશા નક્કી થઇ જશે. પ્રાપ્ત માહિતી મુજબ નાણામંત્રી નિર્મલા સીતારામન સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે. લોકસભાની ચૂંટણી હાલમાં યોજાયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી.

પ્રચંડ બહુમતિ સાથે મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી છે. આવી સ્થિતિમાં દરેક વર્ગ માટે આશાસ્પદ બજેટ રજૂ કરવા નિર્મલા સીતારામન સામે પડકારની સ્થિતિ છે. આ પડકારની સ્થિતિ વચ્ચે બજેટની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. બજેટ ભાષણ પણ તૈયાર થઇ ગયું છે. આજે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યા બાદ બજેટમાં કયા પગલા આવશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ઉદ્યોગજગત અને સામાન્ય લોકો દ્વારા પણ બજેટને લઇને આશા રાખવામાં આવી રહી છે. બજેટ પહેલા આર્થિક સર્વે ઉપર પણ નિષ્ણાતોની નજર કેન્દ્રિત રહેશે.

Share This Article