નવી દિલ્હી : મોદી સરકાર આવતીકાલે બીજી અવધિમાં તેનુ પ્રથમ બજેટ રજૂ કરનાર છે. બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા આજે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યા બાદ અર્થશાસ્ત્રીઓમાં આની ચર્ચા જોવા મળી હતી. આર્થિક સર્વેક્ષણ ૨૦૧૯ સંસદમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમાં વિકાસ દર સાત ટકા રહેવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. સાથે સાથે તેલ કિંમતો ઘટશે તેવી વાત કરવામાં આવી છે. નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આર્થિક સર્વે રજૂ કરતા કહ્યુ હતુ કે વિકાસ દરમાં તેજી આવશે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપીનો વૃદ્ધિ દર પાંચ વર્ષની નીચી સપાટી પર રહ્યો હતો. એ વખતે સપાટી ૬.૮ ટકા રહ્યો હતો. આર્થિક સર્વેક્ષણ હાઇલાઇટ્સ નીચે મુજબ છે
- નાણાંકીય વર્ષ ૨૦૨૫ સુધી પાંચ લાખ કરોડ અથવા તો ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનવા માટે ભારતને પ્રતિ વર્ષ આઠ ટચકાનો ગ્રોથ હાસલ કરવાની જરૂર
- કેન્દ્રમાં સ્થિર સરકાર આવ્યા બાદ અર્થવ્યવસ્થામાં તેજી આવવાની સંભાવના છે
- નાણાંકીય વર્ષ ૨૦૧૯માં સામાન્ય નાણાંકીય ઘટ ૫.૮ ટકા રહી છે જે નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ૬.૪ ટકા રહી હતી
- એમ લાગે છે કે રોકાણનો દર સૌથી નીચે સપાટી પર પહોંચી ગયો છે
- જાન્યુઆરી-માર્ચની વચ્ચે આર્થિક મંદી ચૂંટણી ગતિવિધીના કારણે આવી હતી
- નાણાંકીય વર્ષ ૨૦૧૯માં મંદીના કારણે નોન બેકિંગ ફાયનાન્સિયલ કંપની પર રોકટ સંકટ
- નોન પર્ફો‹મગ એસેટ્સમાં ઘટાડાના કારણે કેપેક્સ સાયકલને ગતિ મળી શકે છે
- નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં માંગ વધવાના કારણે રોકાણમાં વધારો થશે
- નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં તેલ કિંમતોમાં ઘટાડો જોજાવા મળી રહ્યો છે
- નાણાંકીય નિતી સમીક્ષાની ઉદાર નીતિના કારણે રિયલ લેન્ડિંગ રેટ્સમાં ઘટાડો જોવા મળ્યો છે