નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાણા મંત્રાલયના જુદા જુદા વિભાગોની કામગીરીની માહિતી મેળવી હતી. વડાપ્રધાન દ્વારા અર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષઆ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર રાજકોષીય ખાધને કાબુમાં લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
જેટલીએ કહ્યું હતું કે સરકાર ઉંચા આર્થિક વૃદ્ધિ દરને હાંસલ કરવા માટે કટિબદ્ધ છે, સાથે સાથે આશાવાદી પણ છે. મૂડી ખર્ચના તમામ લક્ષ્યાંકોને હાંસીલ કરવામાં આવશે. વર્તમાન ખાતાકીય ખાધ ૩.૩ ટકાના લક્ષ્યથી ઉપર જશે નહીં. નાણામંત્રીએ કહ્યું હતું કે આવકવેરા સંગ્રહનો આંકડો બજેટલક્ષ કરતા વધારે રહેશે. જીએસટીમાં ચીજા સામાન્ય થઈ રહી છે. ચાલુ નાણાંકીય વર્ષથી ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યને પાર કરવાની દિશામાં પણ પગલાં લેવામાં આવશે. હાલમાં પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોને લઈને મોદી સરકાર ટીકા ટિપ્પણીનો સામનો કરી રહી છે. જેટલી પોતે માલ્યાના મામલે વિવાદના ઘેરામાં છે.