નવી દિલ્હી: દિલ્હી અને એનસીઆરનાં રવિવારના દિવસે હળવા આંચકા આવ્યા બાદ આઈજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આજે સવારે આશરે સાડા છ વાગ્યાની આસપાસ આંચકો આવ્યો હતો. ધરતીકંપનુ કેન્દ્ર ઉત્તરપ્રદેશના મેરઠમાં હોવાનુ જાણવા મળ્યુ છે. રિકેટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૮ જેટલી આંકવામાં આવી છે. હજુ સુધી ધરતીકંપના કારણે નુકસાનને લઇને કોઇ માહિતી મવી નથી.
રવિવારના દિવસે હરિયાણાના ઝ્ઝજરમાં હળવી તીવ્રતાના આંચકા આવ્યા હતા. દિલ્હી અને એનસીઆરમાં આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ સાથે સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે ગઇકાલે સાંજે ૪.૩૭ વાગે પણ આંચકો આવ્યો હતો. દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દેશના કેટલાક ભાગોમાં હાલના મહિનામાં આંચકા આવતા રહ્યા છે. સતત બે દિવસ સુધી આંચકા આવ્યા બાદ સંબંધિત વિભાગના વૈજ્ઞાનિકો અભ્યાસમાં લાગી ગયા છે. દેશના કેટલાક ભાગો પણ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે રહ્યા છે.