દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિલ્હી-એનસીઆરમાં ગુરૂવારે સાંજે ભૂકંપના ઝટકા આવ્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે ૭ કલાક ૫૯ મિનિટ પર ધરતી ધ્રુજી હતી. ભૂકંપની તીવ્રતા ૫.૫ હોવાનું સામે આવ્યું છે.  આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, તઝાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તે જ સમયે, પાકિસ્તાનના લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. 

નોંધનીય છે કે નવા વર્ષમાં બીજીવાર ભૂકંપના આંચકા આવ્યા છે. આ પહેલા દિલ્હી-એનસીઆરના લોકો માટે નવા વર્ષની શરૂઆત ભૂકંપના ઝટકા સાથે થઈ હતી. નવા વર્ષની મધ્ય રાત્રિએ દિલ્હી-એનસીઆરના ઘણા ભાગમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજઝરમાં રહ્યું હતું.  સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો છે કે નવી દિલ્હી સહિત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ભૂકંપના આંચકા આવ્યા છે. તો ન્યૂઝ એજન્સી રોયટર્સે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સના હવાલાથી જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં હિંદૂ કુશ ક્ષેત્રમાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જીએફઝેડે કહ્યું કે ભૂકંપ ૧૮૯ કિલોમીટરના ઉંડાણમાં હતો.  ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જર્મથી ૪૩ કિમી દક્ષિણ-પશ્ચિમમાં જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૯ નોંધવામાં આવી છે. આ ભૂકંપના ઝટકાનો અનુભવ પાકિસ્તાનના ઇસ્કામાબાદમાં પણ થયો છે.

Share This Article