કચ્છ : ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા, એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી નવા વર્ષની શરૂઆત થતાં જ કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો અટકતો નથી. સાંજે 4.16 કલાકે રાપરથી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ સાથે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ પહેલાં, બે દિવસ પહેલાં પણ કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2024માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી. રાપર, ભચાઉ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાતમાં 2024માં અત્યાર સુધીમાં કુલ 13 ભૂકંપના આંચકા નોંધાયા છે, જે ગત વર્ષો કરતાં ઘણો વધારે છે. આ સિલસિલો શા માટે વધ્યો છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.