ઇરાનમાં ૬.૩ તીવ્રતા સાથે  ધરતીકંપ : સેંકડો ઇજાગ્રસ્ત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તહેરાન :  ઇરાનમાં આજે ફરી એકવાર પ્રચંડ તીવ્રતા સાથે ભૂકંપ આવવાના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધરતીકંપના કારણે ઓછામાં ઓછા ૧૭૦ લોકો ઘાયલ થયા હોવાના હેવાલ મળ્યા છે. જે પૈકી કેટલાકની હાલત  ગંભીર જણાવવામાં આવી છે. વ્યાપક નુકસાનના હેવાલ પણ મળી રહ્યા છે. ધરતીકંપની તીવ્રતા ૬.૩ આંકવામાં આવી છે. ઇરાનની ઇરાક સરહદ પર પશ્ચિમી વિસ્તારોમાં આંચકાનો અનુભવ થયો હતો.

કેરમનશાહ પ્રાંતના સરપોલ જે જહાબ વિસ્તારમાં સૌથી વધારે અસર જવા મળી હતી. તેનુ કેન્દ્ર જમીનથી દસ કિલોમીટર નીચે રહ્યુ હતુ. જા કે ઇરાનના ટેલિવીઝન ચેનલ દ્વારા કહેવામાં આવ્યુ છે કે જમીનથી પાંચ કિલોમીટર નીચે તેનુ કેન્દ્ર હતુ. આ ધરતીકંપના કારણે વધારે નુકસાન થયુ હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. ઇરાનના સાત પ્રાંતમાં તેની અઇસર જાવા મળી હતી. સ્થાનિક વહીવટીતંત્રના કહેવા મુજબ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી ચુકી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ ટીમો પહોંચી ચુકી છે.

ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરાન દુનિયાના સૌથી વધારે ધરતીકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. આ  ક્ષેત્રમાં નવેમ્બર ૨૦૧૭માં આવેલા ધરતીકંપમાં ૬૦૦થી વધારે લોકોના મોત થયા હતા. સાથે સાથે હજારો લોક ઘાયલ થયા હતા. આજે સવારે આવેલા ધરતીકંપ બાદ ફરી એકવાર આ વિનાશકારી ધરતીકંપની યાદ તાજી થઇ ગઇ હતી.

 

Share This Article