ભુકંપ-સુનામી : મોતનો આંક ૧૩૦૦થી ઉપર પહોંચી શકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જાકર્તા: ઇન્ડોનેશિયામાં વિનાશકારી ભુકંપ અને સુનામી બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આંકડો ૧૩૦૦થી ઉપર પહોંચે તેવી દહેશત દેખાઇ રહી છે. કારણ કે સામુહિક દફનવિધી માટેની સુચના આપવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો બચાવ ટીમ હજુ પહોંચી શકી નથી. બીજી બાજુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મોતનો આંકડો હજુ પણ વધવાની દહેશત પ્રવર્તી રહી છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપત્તા દર્શાવવામાં આવી રહ્યા છે. દ્વિપમાં શુક્રવારના દિવસે આવેલા ભૂકંપ બાદ અનેક ઇમારતોમાં પાણી ઘુસી ગયા હતા. ૩૫૦૦૦૦ લોકોની વસ્તીવાળા આ દરિયાકાંઠાના શહેર પાલુમાં તમામ મકાનો નાશ પામ્યા હતા. સત્તાવાર રીતે ૮૩૨ લોકોના મોત પાલુમાં થયા છે જ્યારે ડોંગગાલામાં ૧૧ના મોત થયા છે.

મોટી સંખ્યામાં વિદેશીઓ સહિત સેંકડો લોકો લાપત્તા દર્શાવવામાં આવ્યા છે. ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોના નાગરિકો લાપત્તા થયેલા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઇન્ડોનેશિયામાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસના પ્રમુખ જેલફેંડે કહ્યું છે કે, પાલુમાં અભૂતપૂર્વ નુકસાન થયું છે. દૂરગામી વિસ્તારોમાં બચાવ ટુકડી હજુ પણ પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં નુકસાનનો અંદાજ હજુ મેળવવામાં આવી શકે છે. હજારો ઘરો અને ઈમારતોને નુકસાન થયું છે. ૮૦ રૂમ ધરાવતી એક હોટલને પણ નુકસાન થયું છે. કેટલાક શોપીંગ મોલ, મÂસ્જદો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સાવચેતીના પગલારૂપે પાલુ એરપોર્ટને હાલમાં બંધ રાખવામાં આવ્યો છે.શÂક્તશાળી સુલાવેસી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી.મધ્ય સુલાવેસીના ડોગલા વિસ્તારમાં ૧૦ કિલોમીટર જમીનની નીચે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે સુનામીની અસર થઇ હતી. આ વર્ષની શરૂઆતમાં જ લોંમબોક દ્વિપમાં ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હતા.

આજે ભુકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિલોમીટરના અંતરે સ્થિત હતું. પાલુ મધ્ય સુલાવેસી પ્રાંતના પાટનગર તરીકે છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેની અસર અહીંથી આશરે ૯૦૦ કિલોમીટર દૂર સુધી જાવા મળી હતી. પાલુના દક્ષિણમાં આશરે ૧૭૫ કિલોમીટરના અંતરે સ્થિત તોરાજાના નિવાસીએ કહ્યું હતું કે, ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયા સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. ડિસેમ્બર ૨૦૦૪માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ સુનામીના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક દેશોમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા.

Share This Article