આધુનિક સમયમાં યુટયુબ પર દેશના કેટલાક ક્રિએટર્સ તો હવે વિડિયો ગેમ્સની લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે. સાથે સાથે આના મારફતે જંગી આવક પણ મેળવી રહ્યા છે. લાઇવ ગેમિંગ સ્ટ્રીમિંગની બોલબાલા વધી રહી છે. મુંબઇમાં રહેનાર ૨૧ વર્ષની મનસ્વી દલવી લોમાં અભ્યાસ કરી રહી છે અને તે દરરોજ આઠ કલાક વિડિયો ગેમ રમે છે. સાથે સાથે તેને યુટ્યુબ પર લાઇવ સ્ટ્રીમીંગ પર કરે છે. દલવીએ છેલ્લા એક વર્ષના ગાળામા જ એક લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રકમ તેને ફેન્સના ડોનેશન અને બ્રાન્ડસની જાહેરાતના કારણે મળ્યા છે. ચેન્નાઇમાં રહેનાર પ્રભાકરણપણ ગેમ્સની લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યો છે. આના માટે તે પણ નોકરી છોડી ચુક્યો છે. તેને લાગે છે કે તે ઇ-કોમર્સ કંપનીમાં કામ કરીને જેટલા પૈસા કમાવી શકે છે તેટલા પૈસા તે લાઇવ સ્ટ્રીમિંગ મારફતે પણ કમાવી શકે છે. મનસ્વી અને પ્રભાકરણ એવા ખાસ લોકો પૈકી છે જે યુટ્યુબ પર ગેમ્સના લાઇવ સ્ટ્રીમીંગને કેરિયર બનાવી ચુક્યા છે. ભારતમાં બે વર્ષ પહેલા સુધી ગેમિંગ ચેનલ નહીવત સમાન હતી. પરંતુ હવે ૧૦ લાખ ગ્રાહકો ધરાવનાર ૨૪ ગેમિંગ ચેનલો તો એવી છે જે ભારતીય યુવા ચલાવી રહ્યા છે.
હવે દેશમાં અલગ અલગ ભાષામાં ગેમિંગ ક્રિએટર્સ આવી રહ્યા છે. વિડિયો કેટેગરીમાં યુટ્યુબના માર્કેટમાં ચીનના શોરટ વિડિયો પ્લેટફોર્મ ટિકટોકે જોરદાર અતિક્રમણ કરી દેવામાં સફળતા મેળવી છે. આવી સ્થિતિમાં ગેમિંગ વર્ટિકલ યુટ્યુબ માટે ખુબ ઉપયોગી અને અસરકારક તરીકે છે. વર્તમાન દૌરમાં યુવાનો વચ્ચે લાઇવ ગેમિંગનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હજારો યુટ્યુબ ચેનલ ગેમિંગ સ્ટ્રીમ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઇન્ટરનેટની સ્પીડ વધી જવાની સાથે જ લાઇવ ગેમમાં ગાળવામા આવતો સમય પણ વધી રહ્યો છે. રોજ આશરે ૨૦ કરોડ કરતા વધારે ગ્રાહકો યુટ્યુબ પર ગેમિંગ વિડિયો અને લાઇવ સ્ટ્રીમિંગ નિહાળે છે. આવનાર સમયમાં આમાં વધુ વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભારતમાં મોટા ભાગના લોકો મોબાઇલ ફોન પર ગેમ રમવાનુ વધારે પસંદ કરે છે. જ્યારે બીજા દેશોમાં ગેમ રમવા માટે કોમ્પ્યુટર અને કન્સોલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. યુટ્યુબ ભારતીય ગેમર્સને કન્ટેન્ટ સ્ટ્રેટેજી, પ્રોડક્શન ડિઝાઇન, ગ્રીન સ્ક્રીનના ઉપયોગ અને કેમેરા, લાઇટ એડિટિંગ મામલે ટ્રેનિંગ આપે છે.
આના કારણે યુટ્યુબ પર ગેમિંગ ક્રિએટર્સ વધારે સારી રીતે તેમના કામને અંજામ આપી રહ્યા છે. યુટ્યુબ કેટલાક વર્ટિકલ પર કામ કરે છે. તે પૂર્ણ રીતે ગેમિંગ કન્ટેન્ટ સાથે સજ્જ છે અને તેની સાથે જોડાયેલ છે. યુટ્યુબ પર કેટલાક પ્રકારના કન્ટેન્ટ રહે છે. ગેમિંગ પણ એક લોકપ્રિય વિદ્યા તરીકે છે. યુટ્યુબ ગેમિંગ કોમ્યુનિટીને વધારવા માંગે છે. ગેમર્સના વિડિયોને યુઝર્સ વધારે સમય સુધી નિહાળે છે. કેટલાક લાઇવ કિસ્સામાં તો વારંવાર નિહાળે છે. ગેમિંગ હવે મહત્વપૂર્ણ આયાત તરીકે છે. ટ્રેન્ડ વધતા આ દિશામાં લોકો વધી રહ્યા છે. આના માટે ઇન્ટરનેટની સ્પીડમાં વધારાને પણ કારણ તરીકે ગણવામાં આવે છે.
લાઇવ ગેમિંગની બોલબાલાના કારણે તેની તરફ લોકો અને બાળકો વધારે આકર્ષિત થઇ રહ્યા છે. ગેમિંગ પોપ્યુલર વિદ્યા તરીકે થઇ ગઇ છે. ટેક વર્લ્ડની વાત કરવામા આવે તો સ્થિતિ હવે સુધરી રહી છે. યુટ્યુબ પર લાઇવ સ્ટ્રીમિંગ કરીને આગળ વધનાર લોકોની સંખ્યા આવનાર સમયમાં વધી શકે છે. નોકરીમાં સમય ગાળવાના બદલે આટલા જ સમયમાં લાઇવ સ્ટ્રીમિંગ મારફતે નોકરી જેટલી રકમ ઉભી કરવામાં આવી રહી છે. ક્રિએટિવ લોકો આમાં સફળ સાબિત થઇ રહ્યા છે. બજારની વાત કરવામાં આવે તો ભારતમાં ગેમિંગ માર્કેટ એશિયા પેસિફિક પ્રદેશમાં ત્રીજા સ્થાન પર છે. આવનાર દિવસોમાં તેની સ્થિતિ વધારે મજબુત બની શકે છે. કારણ કે આની તરફ લોકો ખેંચાયા છે.