હાલના સમયમાં દરેક વિદ્યાર્થી ઉંચીથી ઉંચી ડિગ્રી હાંસલ કરવાના પ્રયાસમાં છે. બીજી બાજુ બજારમાં સંકેત સારા દેખાઇ રહ્યા નથી. ટાઇટ લેબર માર્કેટના લીધે જ શિક્ષણના મહત્વને સમજી શકાય છે. આજ કારણ છે કે હવે કોલેજ પણ મોંધી બની ગઇ છે. કેટલાક વર્કરો માટે તો આ તમામ બાબતો ખુબ ખર્ચાળ તરીકે છે. આમાં સમય પણ ખુબ વધારે લાગે છે. વર્તમાન સમયમાં બજારમાં રોજગારીની અછત દેખાઇ રહી છે. પુરતા પ્રમાણમાં રોજગારી કુશળ લોકોને પણ મળી રહી નથી. આવી સ્થિતીમાં મોટા ફેરફાર જોવામાં આવી રહ્યા છે. જે જોબમાં ઓછી યોગ્યતાવાળા લોકોને રાખવામાં આવે છે ત્યાં હવે વધારે યોગ્યતાવાળા વિદ્યાર્થીઓને રાખવામાં આવી રહ્યા છે. બેરોજગારી વધી રહી છે જેથી કુશળ લોકો પણ ઓછા મહત્વવાળા જોબમાં નોકરી કરી રહ્યા છે. ભરતીની પ્રક્રિયામાં અથવા તો હાયરિંગ પ્રોસેસમાં હવે વધારે અનુભવવાળા અને ઉચ્ચ શિક્ષણવાળા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં હવે વધતી જતી સ્પર્ધાના યુગમાં એજ્યુકેશનની સાથે સાથે સ્કિલ હાંસલ કરવાની જરૂર દેખાઇ રહી છે. જ્યારે બેરોજગારીનો દર વધારે હોય છે ત્યારે લોકો ઉચ્ચ શિક્ષણ હાંસલ કરીને વધારે કમાણી કરવાના પ્રયાસ કરે છે. બેરોજગારીનો દર અલગ અલગ વિચારધારાને જન્મ આપે છે. વિદ્યાર્થીઓ આધુનિક સમયમાં વધારે ખર્ચ કરીને પણ ઉંચી ડિગ્રી હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એવુ નથી કે હવે જોબ માટે કોઇ ખાસ અનુભવ અને શિક્ષણની જરૂર છે.
પરંતુ કંપની પાસે હવે વિકલ્પ વધી ગયા છે. આવી સ્થિતીમાં તે સૌથી કુશળ અને હોશિયાર ઉમેદવારની જ પસંદગી કરે છે. પરેશાની એ છે કે તેમાં પ્રોડક્વિટી પર ખાસ અસર પડી રહી નથી. ભારતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. આવી સ્થિતીમાં વધારે એજ્યુકેશન હાંસલ કરીને આગળ વધનારને જ રોજગારી મળનાર છે તે બાબત તો નક્કી છે. એજ્યુકેશનની સાથે સાથે અનુભવને પણ જાવામાં આવે છે. આ ઉપરાંત જે ઉમેદવાર સૌથી ઓછા પૈસામાં કામ કરવા માટે તૈયાર છે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ એજ્યુકેશન પર વધારે ખર્ચ કરે છે. જો કે હવે શિક્ષણ માત્ર એક ડિગ્રી બનીને રહી ગઇ છે. કારણ કે જાબ માર્કેટમાં ટ્રેન્ડ બદલાઇ રહ્યા છે. કેટલીક વખત તો કુશળ વ્યક્તિને પણ જોબ મળી રહ્યા નથી.
આવી સ્થિતીમાં શિક્ષણ પર ઓછા ખર્ચ સાથે ઉપયોગી સ્કીલ પર પૈસા ખર્ચ કરી રહ્યા છીએ તો અમને ફાયદો થઇ શકે છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ટેકનોલોજી, ગ્લોબલાઇજેશન અને એજ્યુકેશનના કારણે કોઇ પણ દેશમાં આર્થિક અસમાનતા જોવા મળી રહી છે. જો તમારી પાસે વધારે શિક્ષણ છે તો તેનુ કોઇ મહત્વ એ વખત સુધી નથી જ્યાં સુધી તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે. મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે કેટલા ઓછા પૈસામાં કામ કરવા માટે તૈયાર થઇ રહ્યા છો. હવે દરેક વ્યક્તિ શિક્ષિત છે. શિક્ષણ અને અસમાનતાના લિન્કની વાત જુની બની ચુકી છે. આધુનિક અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કોઇ યુવાને કેટલી શિક્ષણા હાંસલ કરવી જાઇએ તે બાબત ઉપયોગી બની ગઇ છે. તેના પર વિસ્તૃત ચિંતન કરવામાં આવે તે જરૂરી છે. હવે સમય આવી ગયો છે જ્યારે અમને શિક્ષણ હાંસલ કરવાના તરીકામાં ફેરફાર કરવા પડશે.
બેઝિક શિક્ષણ હાંસલ કરી લેવામાં આવ્યા બાદ યુવાનોને તેમની ઇચ્છાશક્તિને સમજીને તેની રીતે જ આગળ વધવાની જરૂર છે. યુવા લોકોને અભ્યાસ માટે વિષયની પસંદગી કરતી વેળા વર્તમાન માર્કેટમાં ટ્રેન્ડ પર ધ્યાન આપવાની પણ જરૂર રહે છે. એજ્યકેશન પર વધારે ભાગવાના બદલે સ્કીલ પર ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. આપની પાસે જેટલી વધારે સ્કીલ રહેશે આપને નોકરી મળવાની તક પણ એટલી જ વધારે રહેશે. આપને સોફ્ટ સ્કીલ્સ જેમ કે બોડી લેન્ગવેજ, કોમ્યુનિકેશન અને નેટવ‹કગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.