હવે ઇ-વોટિંગમાં એનડીએને ૩૨૬ બેઠકો માટે અંદાજ રજૂ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના તારણ રવિવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના પોલમાં મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત મળી રહ્યા છે. અંતિમ પરિણામ તો ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે ત્યારે હવે મોદી સરકારની વાપસીનો સંકેત આપે તેવા વધારે એક આંકડા જારી કરવામાં આવ્યા છે. લોકપ્રિય સમાચાર સંસ્થા આજતક દ્વારા પ્રથમ વખત પ્રયોગ કરીને ઇ-વોટિંગના પ્રયોગ કરવામા આવ્યા બાદ તેના તારણો પણ જારી કરવામાં આવ્યા છે. દેશની પ્રજાએ ઇ-વોટિંગમાં પણ જોરદાર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ ચૂંટણીના પરિણામમાં પણ મોદી સુનામી જોવા મળી રહી છે. ઇ-ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને ૩૨૬ સીટો મળી રહી છે.

જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને ૧૧૨ સીટો મળી રહી છે. અન્યોને ઇ-વોટર દ્વારા ૧૦૫ સીટો આપવામાં આવી છે. એનડીએ ફરી એકવાર સરકાર બનાવવાની દિશામાં જઇ રહી છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં આંકડા સમાન આવી રહ્યા છે. કોઇ વિરોધાભાસની સ્થિતી દેખાઇ રહી નથી. એનડીએ પોતાની રીતે બહુમતિ મેળવી લેશે તેમ માનવામાં  આવે છે.

ઇ-પોલના તારણ પણ એક સમાન રહ્યા છે. આજ તક અને એક્સીસ માય ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે એનડીએને ૩૩૯-૩૬૫ સીટો મળી શકે છે. આજતકના ઇ-ચૂંટણીમાં એનડીએને ૩૨૬ સીટ મળી રહી છે. જે બહુમતિ કરતા ખુબ વધારે છે. આ ઇ-ચૂંટણીમાં તમામ ૫૪૩ લોકસભા સીટ પર ૨૬૯૪૧૨ વોટરોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ઇન્ટરનેટ મારફતે થયેલા વોટિંગમાં પણ મોદી મેજિકની અસર સ્પષ્ટ પણે જોઇ શકાય છે. વાસ્તવિક પરિણામ ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે.

Share This Article