ઇ-વાહનો પર ૫૦૦૦૦ સુધી રાહત આપવા માટે હિલચાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : સરકાર ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી ઉપર રાહત આપવાની યોજના બનાવી રહી છે. આ હેઠળ ૫૦ હજાર રૂપિયા સુધીની છુટછાટ આપવામાં આવી શકે છે. આ ગાડીઓની ખરીદદારીને પ્રાથમિક સેક્ટર ધિરાણ હેઠળ લાવવાની હિલચાલ ચાલી રહી છે જેથી આની સાથે જાડાયેલી લોન પર વ્યાજ ઘટાડવાની યોજના છે.

મામલા અંગે માહિતી ધરાવનાર લોકોએ કહ્યું છે કે, દેશમાં ઇલેક્ટ્રીક વાહનોના મેન્યુફેક્ચરિંગ અને વેચાણને વધારવાના હેતુસર આ હિલચાલ હાથ ધરાઈ છે. સરકાર ઇચ્છે છે કે, આગામી પાંચ વર્ષમાં વાહનોના કુલ વેચાણમાં ઇલેક્ટ્રીક વાહનોની હિસ્સેદારી ૧૫ ટકા સુધી થઇ શકે છે. અધિકારીઓએ કહ્યું છે કે, આ સંબંધમાં એક કેબિનેટ નોટ પણ તૈયાર કરવામાં આવી છે જે અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવનાર છે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુસર પુરતી રાહતો આપવામાં આવશે. ઇલેક્ટ્રીક વાહનોની કિંમત વર્તમાન પરંપરાગત વાહનોથી ઓછી રહે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.

આ ગાડીને ચાર્જ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોટાપાયે તૈયાર કરવામાં આવશે. ઇલેક્ટ્રીક  વાહનોને દેશમાં તૈયાર કરવામાં મદદ કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પહેલાથી જ જાહેરનામુ જારી કરવામાં આવી ચુક્યું છે.  વડાપ્રધાન કચેરીની દેખરેખ હેઠળ આ પગલા લેવામાં આવી રહ્યા છે. આની સાથે સાથે રાજ્યો તરફથી રોડ અને રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા ટેક્સને માફ કરવામાં આવી શકે છે. ગાડી માટે પા‹કગ ચાર્જમાં પણ છુટછાટ આપવામાં આવી શકે છે. આવા વાહનો ખરીદનારાઓને રાહત થશે. ઇ વાહનોનું વેચાણ પણ વધશે.

Share This Article