અમદાવાદ : મ્યુનિસિપલ કમિશનરે વિજય નહેરાએ જણાવ્યું હતું કે, શહેરમાં પર્યાવરણ અને હવાની શુધ્ધતાની બાબતમાં અમ્યુકો બહુ ગંભીર છે અને તેની અમલવારની ભાગરૂપે ઇલેક્ટ્રીક મોબીલીટીની સાથે આગામી ત્રણ વર્ષમાં ૩૦ હજાર ઇ-રીક્ષાનો પાયલોટ પ્રોજેકટ પણ અમલી બનાવાશે. જે અંતર્ગત આરટીઓથી બીઆરટીએસ માટે ઇ-રીક્ષા માટે વર્ક ઓર્ડરની કામગીરી હાથ ધરાશે. એપ્રિલ-૨૦૧૯ સુધીમાં પ્રાથમિક તબક્કે ૧૫૦ ઇલેક્ટ્રીક રીક્ષા દોડાવવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં વધારાની બે હજાર ઇલેકટ્રીક રીક્ષા દોડાવાશે.
એ પછીના બે વર્ષમાં ૩૦ હજાર ઇ-રીક્ષાઓ શહેરના માર્ગો પર દોડતી થશે. જેને લઇ શહેરમાં ટ્રાફિક, પ્રદૂષણ, પા‹કગ, હવાની ગુણવત્તા, પર્યાવરણ સહિતના અનેક પ્રશ્નોના નિરાકરણમાં બહુ મોટી મદદ મળશે. ઇ-રીક્ષાના કન્સેપ્ટને લઇ ટ્રાફિક પોલીસની મદદથી શહેરના ઓટોરીક્ષાચાલકોને પણ આ હકારાત્મક પાયલોટ પ્રોજેકટમાં જાગૃત કરી સામેલ કરાશે. આ સિવાય રૂટીન ઓટોરીક્ષા માટે જુદા જુદા ઝોનમાં રીક્ષા પા‹કગના બોર્ડ સાથેના ઓન સ્ટ્રીટ રીક્ષા પા‹કગ સ્ટેન્ડ પણ ઉભા કરવામાં આવશે.