નવીદિલ્હી : માત્ર ચાર કલાકની અંદર હવે ઇ-પેન તૈયાર કરી લેવામાં આવશે. આના માટે માત્ર આધારની જરૂર પડશે. સીબીડીટીના ચેરમેન સુશીલચંદ્રએ કહ્યું છે કે, ટેક્સ વિભાગ ચાર કલાકમાં પેનકાર્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના ઉપર કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં જ સીબીડીટી ચાર કલાકની અંદર જ ઇ-પેનકાર્ડ આપવાની શરૂઆત કરશે.
એક નવી વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે. એક વર્ષ અથવા તો થોડાક વધુ સમય બાદ ચાર કલાકમાં પેનકાર્ડ ઉપલબ્ધ કરાશે. આધારની ઓળખ આપવાની રહેશે. એપ્રિલ ૨૦૧૭માં ઇ-પેનની શરૂ કરવામાં આવી હતી. મૂલ્યાંકન વર્ષ ૨૦૧૮-૧૯માં હજુ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનાર લોકોની સંખ્યા ૫૦ ટકા સુધી વધીને ૬.૦૮ કરોડ સુધી પહોંચી ગઈ છે. ટોચના અધિકારીઓએ આજે માહિતી આપતા કહ્યું છે કે, ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે.