મોદી સરકાર ફરી એકવાર સત્તારૂઢ થઇ ગઇ છે. પહેલા કરતા વધારે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ હજુ સુધી ૧૦૦ દિવસ પણ થયા નથી ત્યારે અનેક મોટા નિર્ણય કરવામાં આવી ચુક્યા છે. જેમાં જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી અને ત્રિપલ તલાક બિલ પાસ કરવાની બાબત સામેલ છે. એક પછી એક મોટા અને સાહસી નિર્ણય કરવામાં આવ્યા બાદ હવે ઇ-ફાર્મા પર પણ કેટલાક નવા નિયમોને અમલી કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રે રહેલી ગેરરિતિને હવે દુર કરવામાં આવનાર છે. દવાઓના ઓનલાઇન વેચાણ કરનાર કંપનીઓ (ઇ- ફાર્મા)ના કારોબારમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. હવે ઇ- ફાર્મા કંપનીઓ પણ સરકારના રડાર પર છે.
આને કાબુમાં લેવા માટે નવા નિયમો ટુંક સમયમાં જ લાગુ કરવામાં આવી શકે છે. કેન્દ્રિય ઔષધ માપદડ નિયંત્રણ સંગઠન (સીડેસ્કોધ દ્વારા આના માટે મુસદ્દો અથવા તો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આને લઇને હાલમાં ઇ- ફાર્મા કંપનીઓ પર નજર રાખવામાં આવી છે. દવાના ઓનલાઇન વેચાણ પર સીડેસ્કો બાજ નજર રાખશે. આ નિયમોને લાગુ કરવામાં આવ્યા બાદ નેટમેડ, ૧ એમજી જેવા આશરે ૫૦૦ ઓનલાઇન ઇ- ફાર્મા પ્લેટફોર્મ પર કેટલીક પ્રકારની જાગવાઇને અમલી કરવાની જવાબદારી રહેશે. નિયમોના મુસદ્દા પર ૪૫ દિવસની અંદર લોકોના અભિપ્રાય મેળવી લેવામાં આવનાર છે. ત્યારબાદ અંતિમ રૂપથી તૈયાર નિયમોને લાગુ કરવામાં આવશે. સુત્રોએ કહ્ય છે કે નવા નિયમો હેઠળ દવા વેચનાર ઓનલાઇન પોર્ટલને નોંધણી કરાવવી પડશે. સાથે સાથે દવાના સ્ટોક અને કિંમતો અંગે પણ સરકારને તમામ પ્રકારની માહિતી આપવી પડશે. આ ઉપરાંત સિડેસ્કો અને અન્ય સરકારી એજન્સી દ્વારા સમય સમય પર આ ઇ-ફાર્મા કંપનીઓમાં નિરીક્ષણ કરવામાં આવનાર છે.
નવી જોગવાઇ લાગુ કરવામાં આવ્યા બાદ ઓછી ગુણવત્તા અથવા તો નબળી દવાઓ વેચવા બદલ આ દવા ઇ- ફાર્મા કંપની પર દવા અને કોસ્મેસિટ નિયમો હેઠળ દંડ પણ લાગુ કરવામાં આવનાર છે. નિયમો હેટળ ઇ-ફાર્મા કંપનીઓના સંકલનમાં પણ તપાસ કરવામાં આવનાર છે. જાણકાર લોકોન કહેવુ છે કે ઇ- ફાર્મા કંપનીઓ મારફતે દેશમાં દવાનુ વાર્ષિક વેચાણ ૩૦૦૦ કરોડથી વધારે છે. તેમાં દર વર્ષે ૧૦૦ ટકાનો વધારો થઇ રહ્યો છે. દવાના ૫૦૦થી વધારે પોર્ટલ રહેલા છે.
મોટા ભાગની હિસ્સેદારી ૧૨-૧૫ સ્ટોરોની રહેલી છે. ઇ- ફાર્મા કંપનીઓ પર નિયંત્રણ રાખવાના હેતુસર કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. આના કારણે સામાન્ય લોકોને રાહત થશે. સાથે સાથે ઇ- ફાર્મા કંપનીઓ આડેધડ દવાની કિંમત લઇ શકશે નહી. મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલી ગણતરીના કારણે કેટલીક ઇ-ફાર્મા કંપનીઓમાં જુદા જુદા પ્રકારની દુવિધા પ્રવર્તી રહીછે. સાથે સાથે કેટલીક કંપનીઓ દ્વારા મોદી સરકારની નવી હિલચાલને લઇને સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ઇ-ફાર્મામાં કેટલાક નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે જ્યારે કેટલાક નવા આવનાર છે.