અમદાવાદમાં અકસ્માત સર્જીને ૧૦ લોકોને કચડી નાંખનાર કરોડપતિ નબીરામાં પોલીસની ભૂમિકા પહેલેથી જ શંકાસ્પદ બની રહી છે. ચાર દિવસમાં એવી ઘટનાઓ બની છે, જેમાં ખાખી વર્દીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. તથ્ય પટેલને છાવરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક પોલીસ ઓફિસરનું નામ સામે આવ્યું છે. કરોડપતિ નબીરા તથ્ય પર સૌથી મોટો ખુલાસો થયો છે. સિંધુભવન રોડ પર સર્જેલા અકસ્માતની ઘટનામાં મોટો ખુલાસો એ છે કે, તથ્યને બચાવવા DYSPએ મોટી ભૂમિકા ભજવી હતી. તથ્ય પટેલે બેદરકારીપૂર્વક થાર હંકાવીને કાફેની દિવાલ તોડી હતી. ૩ જુલાઈએ નબીરા તથ્યએ આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં હોટલ માલિક સાથે સમાધાન કરવા એક DYSP ની ભૂમિકાનો ખુલાસો થયો છે. એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે, ત્યારે તથ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં ૧૫ દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલે દીવાલમાં કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે. સિંધુ ભવન રોડ પરના આ બનાવના હાલ CCTV સામે આવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થતા કેસ દાખલ થયો નહોતો. ત્યારે સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે ફરિયાદ ન થવા દેવામાં સૌરાષ્ટ્રના એક DYSPએ મોટી ભૂમિકા ભજવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
ચર્ચા એ છે કે, સિંધુ ભવનના કેફે અકસ્માતમાં તથ્ય પટેલ ભેરવાય એમ હતો. આવામાં તેના કાકા મોન્ટુ પટેલે આ ડીવાયએસપીને ફોન લગાવ્યો હતો. તેથી આ અધિકારીએ લાગતા વળગતા અધિકારીઓને ફોન કરીને તેઓને કાફે મોકલ્યાહ તા. જ્યાં કાફેના માલિકને સમાધાન માટે સમજાવાયો હતો. જેથી કાફેના માલિકે કોઈ ફરિયાદ કરી ન હતી. પરંતુ જો આ અકસ્માત પર ઢાંકપિછોડો ન કરાયો હોત તો ઈસ્કોનનો અકસ્માત સર્જાયો ન હોત.