ઝારખંડ હાઈકોર્ટ એક પારિવારિક કેસમાં એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર, ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ ચંદની કોર્ટે એક પારિવારિક કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે, વહુની ફરજ છે કે વૃદ્ધ સાસુની સેવા કરે. તે તેના પતિને તેની માતાથી અલગ રહેવા માટે દબાણ કરી શકતી નથી. રૂદ્ર નારાયણ રાય વિરુદ્ધ પિયાલી રાય ચેટર્જી કેસમાં કોર્ટે પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ રદ કર્યો હતો. જાેકે, કોર્ટે સગીર પુત્રના ભરણપોષણ માટે રકમ વધારી દીધી છે. કોર્ટે કહ્યું કે પત્નીએ તેના પતિની માતા અને દાદીની સેવા કરવી ફરજિયાત છે. તેણે તેમનાથી અલગ રહેવાનો આગ્રહ ન રાખવો જાેઈએ. બંધારણની કલમ ૫૧-ને ટાંકીને કોર્ટે કહ્યું કે તે નાગરિકની મૂળભૂત ફરજાે જણાવે છે. તેમાં આપણી એકંદર સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય અને જાળવણી કરવાની જાેગવાઈ છે. પત્નીએ પોતાની વૃદ્ધ સાસુ કે દાદી-સસરાની સેવા કરવી એ ભારતીય સંસ્કૃતિ છે. યજુર્વેદના શ્લોકનો ઉલ્લેખ કરતાં અદાલતે કહ્યું- હે મહિલા, તમે પડકારોથી પરાસ્ત થવાને લાયક નથી, તમે સૌથી શક્તિશાળી પડકારને હરાવી શકો છો. મનુસ્મૃતિના શ્લોકો ટાંકીને કોર્ટે કહ્યું કે જ્યાં પરિવારની મહિલાઓ દુઃખી હોય છે, તે પરિવાર જલદી બરબાદ થઈ જાય છે. જ્યાં સ્ત્રીઓ સંતુષ્ટ હોય છે, તે કુટુંબ હંમેશા ખીલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુમકાની ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં અરજદારને તેની વિમુખ થયેલી પત્નીને ભરણપોષણ તરીકે ૩૦,૦૦૦ રૂપિયા અને તેના સગીર પુત્રને ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more