મુંબઈ: અમુક યુદ્ધ રણભૂમિ પર લડાતાં નથી, પરંતુ તે બુદ્ધિ, સૂઝબૂઝ અને વ્યૂહરચના સાથે લડાતાં હોય છે! આજે જિયોહોટસ્ટાર દ્વારા 8 ઓગસ્ટ, 2025ના રિલીઝ થનારી તેની આગામી ઉચ્ચ રોમાંચક જાસૂસી થ્રિલરનું ટ્રેલર રજૂ કરાયું. અસલ જીવનની ઘટનાઓથી પ્રેરિત સલાહાકાર તમને એવી દુનિયામાં ઊંડાણમાં લઈ જાય છે જ્યાં વફાદારી હૂંડિયામણ છે, શાંતિ હયાતિ છે અને એક પુરુષનો ભૂતકાળનો ધ્યેય રાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરી શકે છે. દરેક પગલે કંડારાયેલી ફરજ અને દરેક વળાંકે ફંફાડા મારતી દગાબાજી સાથે સલાહકાર એ ફક્ત શીર્ષક નથી, પરંતુ સર્વ પડદા પાછળ રહીને સલાહ આપનાર, કૃતિ કરનાર અને અલોપ થઈ જનારની યાદગીરી છે! નવીન કસ્તુરિયા, મૌની રોય, મુકેશ રિશી, પુર્નેન્દુ ભટ્ટાચાર્ય, અશ્વથ ભટ્ટ અને સૂર્યા શર્મા અભિનિત આ સિરીઝનું દિગ્દર્શન ફારુક કબીરે અને નિર્માણ સ્ફિયરઓરિજિન્સ અને માહિર ફિલ્મ્સે કર્યું છે.
બે સમયરેખા 1978 અને 2025માં ચાલતી સલાકાર ઈન્ટેલિજન્સ, અણુ ખતરા અને અધૂરા મિશનની પડદા પાછળની દુનિયામાં ડોકિયું કરાવે છે. ટ્રેલર અધીરના જીવનમાં રોચક ઝાંખી કરાવે છે, જે ડીપ- કવર સ્પાયે એક સમયે પાકિસ્તાનના અણુ ખતરાને ખાળ્યો હતો, જે છૂપા મિશનના દાયકાઓ પછી હવે તે રાષ્ટ્રીય સલામતી સલાહકાર છે. ઘડિયાળના ટકટક કરી રહ્યું છે અને ભૂતકાળના દુશ્મનો ફરીથી ઊભરી આવ્યા છે ત્યારે અંગત વેરઝેર જ્યાં રાષ્ટ્રીય ફરજ સાથે ટકરાય છે તે દર્શાવવા માટે મંચ સુસજ્જ છે.
દિગ્દર્શક ફારુક કબીર કહે છે, “હું હંમેશાં માનતો રહ્યો છું કે સચ્ચાઈ ફિકશન કરતાં વિચિત્ર હોય છેઅને ઈન્ટેલિજન્સની દુનિયા તેનો ઉત્તમ દાખલો છે. સલાકાર અસલ જીવનની ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ અમને તે દુનિયાનાં ભાવનાત્મક અને નૈતિક પરિણામોની ખોજ કરવા માટે ક્રિયાત્મક અવકાશ આપે છે. વફાદારીની આ વાર્તા ફક્ત રાષ્ટ્રની નથી, પરંતુ તેના લોકો, યાદો અને
આદર્શોની છે. આવા અનુભવી કલાકારો અને જિયોહોટસ્ટાર સાથે કામ કરવા મળ્યું તે સિનેમાટિક અને સર્વથી પર અસલ એવી દુનિયા નિર્માણ કરવાની મને સ્વંતત્રતા મળી. ટ્રેલર અદ્રષ્ટિગોચર યુદ્ધ, મૂક સાહસ અને વારસાનો ભોગની દુનિયામાં ઝાંખી કરાવે છે.’’ નવીન કસ્તુરિયા કહે છે, “સલાકાર એવી વાર્તા છે, જે તમારી સાથે રહે છે. તે સઘન અને ત્યાગમાં ઊંડાં મૂળિયાં ધરાવે છે. કલાકાર તરીકે તેણે મને એવી દુનિયામાં આવવાની તક આપી છે, જે પડદા પાછળ છે, જ્યાં પસંદગી આસાન નથી હોતી અને દાવ હંમેશાં અંગત હોય છે. રાજકીય રીતે ધારદાર અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ વિશે લખવાનું ભાગ્યે જ મળે છે અને હું આવી શક્તિઓને એકત્ર લાવતા શોનો હિસ્સો બન્યો તે માટે પોતાને ભાગ્યશાળી માનું છું.’’
મૌની રોય કહે છે, “આ મેં આજ સુધી ભજવેલી સૌથી ભાવનાત્મક ભૂમિકામાંથી એક છે. મારું પાત્ર હિંમતબાજનું હોવા સાથે તે ગૂંચભરી, સંઘર્ષયુક્ત અને અતુલનીય રીતે સ્થિતિસ્થાપક છે. તે ઉચ્ચ જોખમી ક્ષેત્રમાં કામ કરે છે, પરંતુ તેની સાથે દરેક નિર્ણયમાં તેના અંગત આઘાત અને ઈતિહાસ પણ છે. ટ્રેલર વાર્તાકથનની ખૂબીની ફક્ત ઝાંખી આપે છે અને ઊંડાણમાં જવાનું સાહસ ખેડનાર આ પ્રોજેક્ટનો હિસ્સો બની તે મારે માટે વિશેષધાધિકાર છે. હું જિયોહોટસ્ટાર પર તેની રિલીઝ જોવા માટે ઉત્સુક છું.’’
મુકેશ રિશી ઉમેરે છે, “સલાકારની તેજસ્વિતા તે કેટલી જમીન પર અને અસલ છે તેની સમજમાં રહેલી છે. મારી ભૂમિકાએ મને તાકાત, લગની અન ઈતિહાસ આપણને ખરેખર ક્યારેય કઈ રીતે છોડતો નથી તે દર્શાવે છે. તે ફરીથી સપાટી પર આવવાની વાટ જોતો હોય છે. ટ્રેલર જોઈને જ મારા ધબકારા વધી ગયા, કારણ કે તેણે મને યાદ અપાવ્યું કે આ ફક્ત શો નથી, પરંતુ દાયકાઓના શાંત સંઘર્ષનો અરીસો છે. મને કશુંક સમકાલીન અને સઘનનો હિસ્સો બનવા મળ્યું તે
સન્માનજનક લાગે છે.’’ સલાકાર જિયોહોટસ્ટાર પર 8મી ઓગસ્ટથી સ્ટ્રીમ થશે, જ્યાં દરેક ગોપનીયતાની કિંમત છે અને દરેક પગલું તમારું અંતિમ હોઈ શકે છે!