વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોને સોશિયલ મિડિયા પર ભક્ત કહેનાર લોકોની ભરમાર રહેલી છે પરંતુ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં તો મોદીને ભગવાન તરીકે માનનાર લોકોની પણ સંખ્યા ખુબ મોટી છે. હાલમાં બલિયા જિલ્લામાં મોદીને ભગવાન તરીકે ગણીને પુજા કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ બલિયા જિલ્લાના બાંસડીહ નગર પંચાયતમાં સ્થિત દુર્ગા મંદિર હવે મોદી મંદિર બની ગયુ છે. આ નવરાત્રીના ગાળા દરમિયાન પુજા કરનાર લોકોઅહીં મોટા પાયે પહોંચી રહ્યા છે. દુર્ગા મંદિરમાં મોદીનો ફોટો લગાવીન ભગવાનની જેમ પુજા કરનાર લોકો પણ છે.
મોદીનો ફોટો લગાવીને પુજા કરનાર ભક્તોમાં મહિલાઓની સંખ્યા પણ ઓછી રહી નથી. ગામના લોકો મોદીનીપુજાની સાથે સાથે ફરી તેમને વડાપ્રધાન બનાવવા માટે નવ દિવસ લોકો વ્રત રાખી રહ્યા છે. આની સાથે સાથે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પ્રદેશની યોગી સરકાર બાંસડીહ નગર પંચાયતનુ નામ બદલીને હવે મોદી નગર પંચાયત કરી દે. એવુ જાણવા મળ્યુ છે કે દુર્ગા મંદિરમાં પીમના ફોટો પર લોકો તિલક લગાવ છે. મહિલાઓ, પુરૂષો અને બાળકો પણ મોદીને ખુબ પસંદ કરે છે.
આ તમામ લોકો મોદીને ભગવાન તરીકે ગણીને અગરબત્તી દર્શાવીને વિજય તિલક કરે છે. મોદી માટે વ્રત રાખી રહેલા લોકોનુ કહેવુ છે કે નવરાત્રમાં અમે દુર્ગા માતા સમક્ષ ખાસ પુજા કરી રહ્યા છીએ.મોદીના મોટા ભક્ત તરીકે રહેલી મહિલા રમાવતીએ કહ્યુ છે કે નવરાત્રીના પ્રથમ દિવસે માતા દુર્ગાની ખાસ પુજા કરવામાં આવી હતી. તેમને ફરી વડાપ્રધાન બનાવવા માટેની ઇચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરાઇ હતી.