ડમ્પીંગ સાઈટમાંથી આવનાર દુર્ગંધના કારણે ડાયમંડ બુર્સમાં વેપારીઓને માથાનો દુખાવો શરુ થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સુરત :૧૭ મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ ઓફિસનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે. સુરત ખાતે તૈયાર સુરત ડાયમંડ બુર્સ પેન્ટાગોનથી પણ વિશાળ કાર્યાલય છે. પરંતું હાલ ડાયમંડ બુર્સ પર આવનાર વેપારીઓ અને લોકો માથાના દુખાવો અને બેચેનીની ફરિયાદ કરવા લાગ્યા છે. જેની પાછળનો મુખ્ય કારણ ડાયમંડ બુર્સની નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ છે. સુરત શહેરના ખજૂર વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ ડાયમંડ ટ્રેડિંગ હબ બનીને તૈયાર છે. સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ મી ડિસેમ્બરના રોજ કરવા જઈ રહ્યા છે. વિશ્વભરના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આતુરતાથી સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થાય તેની રાહ જાેઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે ડાયમંડ બુર્સના નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના ડમ્પીંગ સાઈડના કારણે હાલ ત્યાં આવેલા વેપારીઓ અને વિઝીટર્સ ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે. ડમ્પીંગ સાઈટમાંથી આવનાર દુર્ગંધના કારણે હવે લોકો માથાના દુખાવો અને બેચેનીની ફરિયાદ કરવા લાગ્યા છે. આ અંગે જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સુરત ડાયમંડ બુર્સ ની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ પણ આ અંગે ટીકા કરી હતી. જાેકે ડાયમંડ બુર્સના ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ડમ્પિંગ સાઇડ દૂર કરવામાં આવે. બીજી જગ્યાએ ડમ્પીંગ સાઈડ ખસેડવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ છે. નજીકના પ્લોટ પર સ્થિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ખજાેદ ડમ્પસાઇટમાંથી દુર્ગંધ આવે છે અને તે દરરોજ લગભગ ૨,૩૦૦ મેટ્રિક ટન કચરાના પ્રોસેસિંગની થાય છે. આ ડમ્પીંગ સાઈટ પર કચરાનો ઢેર છે. જેના કારણે દુર્ગંધ સુરત ડાયમંડ બુર્સ સુધી આવે છે. આ સમગ્ર મામલે સુરત ડાયમંડ બુર્સના ટ્રસ્ટી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, એકંદરે જાેઈએ તો સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે, ત્યાર પહેલા જ્યારથી કન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેનાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડમ્પીંગ સાઈડ ૨૦૦૦ મીટર દૂર છે. સમગ્ર સુરત શહેરનો કચરો ત્યાં ઠલવાતા હોવાના કારણે જ્યારે પવનની દિશા તે તરફની હોય ત્યારે સુરત ડાયમંડ બુર્સમાં આવતા મુલાકાતીઓ માટે, ત્યાં ઓફિસ ધરાવતા લોકો માટે એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધના કારણે લોકો ક્યારે ક્યારે માથાના દુખાવાની ફરિયાદ કરી રહ્યાં છે અને બેચેની પણ અનુભવતા છે. આ અંગે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સરકાર અને મ્યુનિસિપલ કમિશનર ખૂબ જ પોઝિટિવ છે. જાેકે હાલ બીજી જગ્યાએ ડમ્પીંગ સાઈડ ને લઈ એપ્રુવલની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે આ ડમ્પીંગ સાઈડ બંધ કરીને સુરત શહેરમાં જે કંઈ પણ કચરો નીકળે છે. તે નવી ડમ્પીંગ સાઈડ પર નાખવાનું શરૂ થશે. તે સમયે ગાળા દરમિયાન ડમ્પીંગ સાઈડનો જે પણ કચરો છે એનો ફિલ્ટરેશન અથવા ચાલની મારી અલગ અલગ કરીને એમાંથી નીકળતો ખાતર બનાવવાની ગોલ્ફ અંદર પણ પ્લાન્ટેશન માટે કરાશે.

diamond burse
Share This Article