વડોદરા: રિવર્સ દરમિયાન કપચી ભરેલુ ડમ્પર આધેડ પર ચડી ગયું, નીચે કચડાતા ઘટના સ્થળે મોત

Rudra
By Rudra 1 Min Read

વડોદરા ગ્રામ્યમાં આવતા ઉદલપુર ગામની સીમમાં એકતા મેટલ ક્વોરી આવેલી છે. ક્વોરીમાં ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને કપચીનું વજન કરાવતો હતો. તે દરમિયાન તેના વાહનમાં ભરેલી કપચી ઓછી હોવાથી તેણે વધુ કપચી ભરવા માટે પોતાનું ડમ્પર વજનકાંટા પરથી પુર ઝડપે રિવર્સમાં લીધું હતું. રીવર્સ લેતા સમયે તેણે પાછળ કોઇ છે કે નઈ તે વાત ની તેને જાણ નહોતી.
તે દરમિયાન ચાલકની ગફલતથી સ્થળ પરથી પસાર થતા યામીન અબ્દુલ રહીમ ધંત્યાને ડમ્પરે અડફેટે લીધા હતા અને તેઓના પર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. અકસ્માત કરનાર ડમ્પરનો ચાલક સ્થળ પર જ પોતાનું વાહન મુકીને નાસી છુટ્યો હતો.

મૃતકના પરિજનો અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ડમ્પરના નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share This Article