જો ગ્રાહકો હવે મોબાઇલ કંપનીની માફક તેમના DTH કેબલ ઓપરેટરથી સંતુષ્ટ ના હોય તો તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. એવા સંતુષ્ટ ગ્રાહકો હવે તેમના કેબલ ઓપરેટર પણ મોબાઇલ કંપનીઓની જેમ પોર્ટેબિલીટી સેવાથી બદલી શકશે. દૂર સંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ) ટૂંક સમયમાં આ નિયમ જાહેર કરશે. જેનાથી ગ્રાહકોને તેમના DTH કેબલ ઓપરેટરને સેટ ઓપ બોક્સ બદલ્યા વગર જ બદલવાની તક મળશે.
પોર્ટેબિલીટીની આ સેવા પ્રાયોગિક ધોરણે ગત ઓક્ટોબરમાં શરૂ કરાઇ હતી, જે સફળ પુરવાર થતા આગામી એક માસમાં આ સેવા દેશ ભરમાં લાગુ થઇ જશે તેવી શક્યતા છે. ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ મોબાઇલથી યુનિક પોર્ટ કોડ મેળવીને તેના સવસ પ્રોવાઇડરને આપશે ત્યાર બાદ તે નવા DTH કેબલ ઓપરેટરથી જોડાઇ જશે. આ સેવા ચાલુ થતા જ મોબાઇલ કંપનીઓની માફક ડી.ટી.એચ સર્વિસ પ્રોવાઇડરોમાં ગ્રાહકોને આકર્ષિત કરવાની હરીફાઇ ચાલુ થશે, જેનો સીધો લાભ ગ્રાહકને મળશે.
DTH કેબલ ઓપરેટરો તેમના પ્લાનમાં ગ્રાહકોને ચેનલ્સ અને તે માટે ચૂકવાતા નાણામાં પણ આકર્ષક ઓફરો આપતી જોવા મળશે. જે સ્થિતી આજે મોબાઇલ કંપનીઓની છે, અને જે રીતે તેનો લાભ ગ્રાહકો લઇ રહ્યા છે, તે સ્થિતિ જોવા મળશે.