અમદાવાદ : શહેરમાં વધુ એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો. ખોખરામાં ટ્રક અને બાઈકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો. શહેર માં વધુ એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો. ખોખરામાં ટ્રક અને બાઈકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 2ના મોત થયા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ખોખરા વિસ્તારમાં અકસ્માત સર્જાયો. ખોખરા ટ્રક ચાલકે એકટીવા સવારને અડફેટે લીધો. એકટીવા પર નાના અને પૌત્રી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રકની અડફેટે આવતા એકિટવા પર સવાર બંને લોકો નીચે પટકાયા. ગમખ્વાર અકસ્માતમાં પૌત્રી ઘટના સ્થળે જ મૃત્યુ પામી. જ્યારે ઈજાગ્રસ્ત થયેલ શખ્સને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું.
ખોખરા પાસે ટ્રક અને એક્ટિવાની ટક્કરના અકસ્માતમાં 2ના મોત થયા. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ગંભીર સ્થિતિ જોતા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરાઈ. પોલીસને ઘટનાની માહિતી મળતા તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોચી. દરમ્યાન ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને અકસ્માતમાં ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલ પૌત્રીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ઘટનાની પ્રાથમિક તપાસ કરતાં અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા, જેમાં પોલીસને જાણવા મળ્યું કે ટ્રક ચાલકે દારૂના નશામાં આ અકસ્માત સર્જયો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વઘુ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.