અંકલેશ્વર : ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. સુરત અને ભરૂચ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. સુરત અને ભરૂચ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું માનવામાં આવે છે.પોલીસે 3 આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો. અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે હ્લજીન્માં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી હાલ મળી રહી છે.
અંકલેશ્વર બન્યું ડ્રગ્સનું હબ
આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું. દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વર વિસ્તારની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.