સાઉદી અરેબીયામાં યોજાયો અનોખો ફેશન શો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જ્યારે તમે કોઈ ફેશન શો વિશે  વિચારો છો ત્યારે સૌ પ્રથમ તમારા મનમાં પહેલુ કંઈ યાદ આવે તો તે છે ખૂબસૂરત મોડેલ્સ. જે રેમ્પ વોક કરતી જોવા મળે છે. કેટવોક કરતી સુંદરીઓ ડિઝાઈનરનાં લેટેસ્ટ કલેક્શન પહેરીને પ્રદર્શીત કરે છે અને લોકો તે ડ્રેસ જુએ છે.

સાઉદી અરેબિયા પૈસાની દ્રષ્ટિએ ભલે ધનવાન હશે પરંતુ ત્યાંના લોકોનાં વિચારો આજે  પણ જુનવાણી છે. સ્ત્રીઓ અને મર્યાદાને લઈને તેઓ ખૂબ જ પઝેસિવ છે. તેઓને આવા ફેશન શોમાં સ્ત્રીઓ અડધા પડધા વસ્ત્રોમાં અન્ય પુરુષો સામે રેમ્પ પર વોક કરે તે પસંદ નથી. તેથી તેઓએ એક નવો અને અનોખો કન્સેપ્ટ વિચાર્યો છે. એક એવો કન્સેપ્ટ જે વિશે તમે ક્યારેય પહેલા સાંભળ્યુ નહીં હોય.

શું તમે ક્યારેય એવુ સાંભળ્યું છે કે રેમ્પ પર મોડેલ વગર જ કપડાં ઉડી રહ્યાં હોય? જો ના, તો હવે તે જોવા માટે તૌયાર થઈ જાવ. કેમકે સાઉદી  અરેબિયામાં એક એવો ફેશન શો યોજાયો જેમાં રેમ્પ પર કોઈ મોડેલ નહીં પરંતુ ડડ્રોન દ્વારા ડ્રેસ ડિસપ્લે થયા. આ ફેશન શોમાં તમામ દર્શકો અને ડિઝાઈનરો રાહ જોઈ રહ્યાં હતા નવા કલેક્શનની. નવુ કલેક્શન બતાડવામાં આવ્યું. પરંતુ ઉડતા ડ્રોન દ્વારા. એક પછી એક રેમ્પ પર ડ્રોન ડ્રેસ લઈને આવતા રહ્યાં અને વોક પાથ પર ચક્કર મારતા રહ્યાં. જોનારા પણ આશ્ચર્ય પામી ગયા.

Share This Article