દાહોદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. ટ્રાવેલ્સ એજન્સીની ખાનગી બસમાં મહિલા સાથે ડ્રાઇવર અને કંડક્ટરે ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ૮ જાન્યુઆરીએ શ્રમિક મહિલા MP થી મોરબી ખાતે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાએ મહિલા હેલ્પ લાઈન ૧૮૧ને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more