વિશિષ્ટ ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર કાર્યવાહી કરતા ડીઆરઆઈએ સિક્કિમ રાજ્યમાં ભારત-ચીન સીમા પરથી ચાનથી ભારતમાં તસ્કરી કરી લાવી રહાયેલા આશરે ૧૦.૩૨ કરોડ રૂપિયાનું વિદેશી મૂળનું ૩૨ કિ.ગ્રા. સોનુ જપ્ત કર્યું છે.
ડીઆરઆઈને સૂચના મળી કે વિશાળ માત્રામાં વિદેશી મૂળનું સોનુ, જેને સિક્કિમ રાજ્યમાં ભારત-ચીન સીમા ધ્વારા ચીનથી ભારતમાં તસ્કરી કરી લાવવામાં આવ્યું છે, સિલીગુડીથી કોલકાતા લઇ જવામાં આવશે અને ત્રણ વ્યક્તિયો દ્વારા લઇ જવામાં આવી રહ્યું છે જે ગંગટોકથી સિલીગુડી સુધી ભાડાની ગાડીથી યાત્રા કરશે તથા પછીથી તેની અંતિમ ડિલીવરી માટે રેલગાડીથી કોલકાતા સુધી જશે.
આ જાણકારી પર તાત્કાલિક કાર્યવાહી કરતા ડીઆરઆઈના સિલીગુડીમાં પાયલ સિનેમાની નજીક સેવોક રોડ પર ચોકસી દરમિયાન સફેદ રંગની એક મારૂતિ વેગન આરને રોકી. આરંભિક તપાસમાં જાણકારી સાચી પડી. ત્રણેય યાત્રી મહારાષ્ટ્રના હતા અને તેમને આ વાહન ભાડા પર આ લેવામાં આવી હતી.
જપ્ત સામગ્રીનું મૂલ્ય કુલ કિંમત ૧૦,૫૨,૯૧,૭૫૦ રૂપિયા છે. આ પૂર્વ તથા પૂર્વોત્તર ભારતમાં હાલના દિવસોમાં સોનાની સૌથી મોટી જપ્તીમાંથી એક છે.