ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : ડ્રીમ ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ જ અગત્યના કાર્યો કરી રહી છે, આ સંસ્થા સમય અંતરે શિક્ષણ આરોગ્ય તેમજ મહિલા સશક્તિકરણના કાર્યો કરે છે. બુધવાર 18 ડિસેમ્બર, 2024 ના રોજ ડ્રીમ ફાઉન્ડેશન અમદાવાદની લોજિસ્ટિક કંપની બ્લુ ડાર્ટ ખાતે કંપનીના મહિલા કર્મચારીઓ માટે એક સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

એક્સપર્ટ કોચ અમનદીપસિંગ ગોત્રા દ્વારા મહિલાઓને આત્મરક્ષણ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના HR head ઓમપ્રકાશજી હાજર રહ્યા હતા, તેઓએ જણાવ્યુ કે અમે દર વર્ષે અમારા વ્યવસાયમાં સલામતી સપ્તાહની ઉજવણી કરીએ છીએ, જો કે અમે અનુભવ્યું કે આ સલામતીની સાથે સાથે સ્ત્રીઓની સલામતીની પણ એટલી જ જરૂર છે, જેથી કરીને અમે આ વર્ષે અમારી કંપનીની મહિલા કર્મચારીઓ માટે સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કર્યું જેનો ખૂબ જ અદભુત પ્રતિસાદ અમને મળ્યો છે.

ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઇન્ચાર્જ શ્રીમતી બિરવા મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓ ઓફિસ કામ કરતી હોય કે ગૃહિણી હોય પણ દરેક મહિલાએ સ્વરક્ષણને ટેકનિક શીખવી ખૂબ જ જરૂરી છે અમારો હેતુ દરેક મહિલાને શિક્ષિત અને સશક્તિકરણ કરવાનો છે “

ડ્રીમ ફાઉન્ડેશન મહિલાઓની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજો તેમજ કોર્પોરેટ ક્ષેત્ર માટે પણ આવા સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરે છે.

Share This Article