અસહ્ય ગરમીમાં ખુલ્લા પગે ફરતા જરૂરિયાત  પરિવારના બાળકો માટે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મફત ચંપલનું વિતરણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાત  પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહિય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ બાબતની દરકાર કરીને શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન તરફથી પ્રોજેકટ કદમ અંતર્ગત મફત ચંપલનું વિતરણ કર્યું હતું. વસાહતમાં અંદાજે 70 જેટલા બાળકોને તેઓના માપ અનુસાર ચંપલનું વિતરણ કરવામાં આવ્યું.

પ્રોજેક્ટ કદમ ઇન્ચાર્જ રાધિકા પટેલના જણાવ્યા મુજબ દાસ્તાન સર્કલ નજીકની વસાહતમાં વસતા લોકો માટે અમારી સંસ્થા દ્વારા મફત ચંપલ નું વિતરણ કરવામાં આવ્યું અને તેમાં સૌ વોલેન્ટીયર મિત્રો જોડાયા તે ખૂબ ખુશીની વાત છે.

Share This Article