ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની રાહુલ દ્રવિડ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગ અને ઇંગલેન્ડની નિવૃત્ત વુમન વિકેટ કિપર બેટર ક્લેયર ટેલરનો રવિવારે ડબલિન ખાતે આયોજીત એક સમારંભમાં આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાહુલ દ્રવિડ આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવિષ્ટ થનાર પાંચમા ભારતીય ખેલાડી બન્યા છે, જ્યારે પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા તરફથી ૨૫માં ખેલાડી છે. ટેલર આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવિષ્ટ થનાર સમગ્ર મહિલાઓમાં સાતમી અને ઇંગલેન્ડ મહિલા ક્રિકેટમાં ત્રીજી ખેલાડી છે.
આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં આઈસીસી દ્વારા પસંદગી થવીએ ખૂબ જ સમ્માનીય છે. તમામ પેઢીઓની સર્વકાલિન પ્રતિભાઓની યાદીમાં તમારા નામનો સમાવેશ થવો એ તમારી ક્રિકેટ કારકિર્દીને પ્રસ્થાપિત કરે છે જે એક માન્યતા છે અને કોઇપણ ખેલાડીને આનંદ આપી શકે છે. – તેમ રાહુલ દ્રવિડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ.
આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં આઈસીસી એ આપણી રમતના મહાન પ્રતિભાઓને સમ્નાનિત કરવા માટેનો અમારો પથ છે. પ્રકારે ક્રિકેટમાં તેમના યોગદાન માટે દુનિયાના સૌથી સારા ખેલાડીઓને માન્યતા પ્રાપ્ત છે અને હું હોલ ઓફ ફેમમાં સમાવેશ થવા પર રાહુલ. રિકી અને ક્લેયરને અભિનંદન પાઠવું છું.- તેમ આઇસીસી ચીફ એક્ઝેક્યુટિવ ડેવિડ રિચાર્ડસને પ્રતિબાવ આપ્યો હતો.