પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પરીક્ષણને લઇને હજુ સુધી જે દાવા કર્યા છે તે જોતા કહી શકાય છે કે કોઇ નાટક હોઇ શકે છે. કારણ કે પાકિસ્તાન દ્વારા પરમાણુ પરીક્ષણ અંગે જે દાવા કરવામાં આવ્યા હતા તે કોઇ બુદ્ધીજીવી વર્ગને ગળે ઉતરે તેમ નથી. બિન અણુ પસારવાદ અથવા તો એનપીટી સમજુતી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૬૮માં જીનેવામાં એનપીટી રજૂ કરવામાં આવ્યા બાદ અમેરિકા અને અન્ય પરમાણુ હથિયારોથી સજ્જ દેશોએ આની તરફેણ કરી હતી. એ ગાળા દરમિયાન એવા હેવાલ પણ આવ્યા હતા કે પાકિસ્તાના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાતા અબ્દુલ કાદિર ખાન પરમાણુ ટેકનોલોજી અને મેગ્નેટ ટોરી કરવાના પ્રયાસ કરી ચુક્યા છે.
યુરોપ અને અમેરિકાના પ્રિન્સટન તેમજ અન્ય જગ્યા પરથી પરમાણુ ટેકનોલોજી ચોરી કરવાના પ્રયાસ કરવાનો તેમનો પર આરોપ કરવામાં આવ્યો હતો. જો આવુ છે તો ડોક્ટર કાન સુરક્ષિત કઇ રીતે થઇ ગયા હતા. એ વખત સુધી પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી ચોરીમાં સામેલ રહ્યા હોવાના હેવાલ આવતા રહ્યા છે. સામાન્ય રીતે કહી શકાય છે કે પહાડી વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કરવા માટે માત્ર ૧૫ દિવસના ગાળામાં જ વિશાળ ખાડાને ખોદી લેવામાં આવે તે બાબત શક્ય નથી. આના માટે ભારતના વૈજ્ઞાનિકો તો ત્રણ મહિનાથી વધારે સમય સુધી લાગેલા હતા. રણ વિસ્તારમાં ભારતીય વૈજ્ઞાનિકો જારદાર રીતે લાગેલા હતા. ભારતે અમેરિકાની બાજ નજરથી બચવા માટે તમામ પ્રયાસો કર્યા હતા.
છતાં મોડેથી તેના ફોટા સ્પષ્ટ પણે સપાટી પર આવી ગયા હતા. બીજી બાજુ પાકિસ્તાને છાતી ઠોકીને પરમાણુ પરીક્ષણ કર્યા હતા. છતાં તેના ફોટો હજુ સુધી જારી કરવામાં આવ્યા નથી. આ તમામ બાબતોથી સરળતાથી કહી શકાય છે કે પાકિસ્તાનના પરીક્ષણ માટેનુ નાટક છે. એક ભય જગાવવા આ નાટક કરાયુ હતુ. ચીનની મદદથી આ તમામ પ્રકારનુ નાટક પાકિસ્તાને તૈયાર કર્યુ હોવાનૂ કહેવાય છે.