૧૫મા શ્રીદ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકે ડૉ. વાગીશકુમારજીને ઘોષિત કરવામાં આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવા પીઠાધીશ તરીકે ડૉ. વાગીશકુમારનો રાજતિલક સાથે ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવતાં સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિ.સં. ૧૯૫૨માં તત્કાલીન મેવાડ નરેશ કુંવર અમરિસંહએ તૃતીય પીઠાધીશ ગો.શ્રી વ્રજભૂષણજી પ્રથમને કાંકરોલી રાજનગર મેટ કરીને તૃતીય ગૃહ તિલકાયાને  કાંકરોલી નરેશના રાજ્યાધિકાર આપ્યા હતા. નવમા તિલકાયાન  શ્રી ગિરીધર લાલ મહારાજના સમયગાળા દરમિયાન કાંકરોલીનું સ્વાયત્તશાસન તૃતીય પીઠાધીશના હાથમાં આપ્યું હતું. ત્યાર બાદ તૃતીય  ગૃહના તમામ તિલકાયનોએ શ મંદિરના કુશળતાપૂર્વક રાજ્ય વ્યવસ્થા તરીકે ડૉ. સંભાળી હતી. આજે પણ ઉદયપુરના મહારાણાનો રાજ્યાભિષેક તૃતીય ગૃહાધીશ તિલકાયનના હસ્તે જ કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ અખંડ છે.

શ્રી દ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકે ડૉ. વ્રજેશકુમાર મહારાજને ૧૪મા ગાદીપતિ તરીકે કાર્યભાળ સંભાળ્યો હતાં, તેમ ગત તા.૨૭મી ફેબ્રુઆરીના રોજ દેવશરણ થયા બાદ શ્રી દ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકેની ગાદી ખાલી પડી હતી. ત્યારે જન્માષ્ટમીના શુભ અને પાવન અવસર પર્વ પર શ્રી દ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકે ડો. વાગીશકુમારજીને પરંપરાગત  રાજતિલક સાથે કાંકરોલી નરેશ તરીકે ગાદીપતિ નિયુક્ત કરાયા હતા. આ નિયુક્તિના રાજતિલક સમયે બેન્કના સૂરમધુર સૂરાવલી સાથે ગાર્ડ દ્વારા બંદૂકમાં ફાયરિંગ કરી સલામી આપવામાં આવી હતી. પ.પૂ.શ્રી ડો. વાગીશકુમારજીની પરંપરા મુજબ મંદિરના મુખ્ય શ્રી રામચંદ્રે રાજતિલક કરી ગાદી પતિ પર બિરાજમાન કર્યા હતા. ડો. વાગીશકુમારની કાંકરોલી નરેશ ૯મી તરીકે રાનિલક થનાં સમસ્ત થયા વૈષ્ણવોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. વડોદરા શહેરમાં વસતા સમગ્ર વૈષ્ણવોમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને નવા રાજા મળતાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Share This Article