અમદાવાદ : DPS ઇસ્ટ અમદાવાદના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી નિહાળી હતી. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને જૈવવિવિધતા અને અત્યાધુનિક રોબોટિક્સ ટેક્નોલોજી અંગે રસપ્રદ માહિતીઓ જાણવા મળી. આ મુલાકાતે જિજ્ઞાસા, સર્જનાત્મકતા, વિજ્ઞાન અને નવીનતાની ઊંડી સમજણને પ્રેરણા આપી હતી.