સિરિંજની કિંમત પર ડિસ્ટ્રિબ્યૂટર્સ મબલખ નફો રળી રહ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી, દેશમાં સિરિંજ અને નીડલ્સ બનાવતી કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ તગડો નફો કરી રહ્યા છે. સિરિંજ અને નીડલ્સ
પર માર્જિન 214 ટકાથી લઈને 1251 ટકા સુધીનું છે. દરેક પ્રકારની સિરિંજની રીટેલ પ્રાઈસ તે ભાવથી સરેરાશ 664 ટકા વધારે
હોય છે. આ વાત નેશનલ ફાર્માસૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીના એક નવા રિપોર્ટમાં કહેવામાં આવી છે.
થોડાક મહિના પહેલા દેશમાં સિરિંજ અને નીડલ્સ બનાવતી અમુક કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવાનો નિર્ણય પોતાના
લેવલ પર કર્યો હતો જેથી ડ્રગ પ્રાઈસિંગ રેગ્યુલેટર તરફથી થતા પ્રાઈસ કંટ્રોલનો તેમણે સામનો ન કરવો પડે. આમાંથી મેન્યુફેક્ચરર્સનો
દાવો છે કે, આ નિર્ણય તેમને ઘણો મોંઘો પડ્યો છે. NPPAના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિરિંજની MRP સરેરાશ
214થી 664 ટકા સુધી વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે, નીડલ વિનાની 50mlની હાઈપોડર્મિક ડિસ્પોઝેબલ સિરિંજની
એવરેજ પ્રાઈઝ ટુ ડિસ્ટ્રીબ્યૂટર(PTD) 16.96 બતાવાવમાં આવી છે, જ્યારે તેની MRP 97 રુપિયા છે. નીડલ સાથેની 0.5mlની
હાઈપોડર્મિક ઓટોડાઈજેબલ સિરિંજની એવરેજ PTD 2.60 રુપિયા છે, જ્યારે તેની સરેરાશ MRP 12 રુપિયા છે.
રિપોર્ટ અનુસાર, અલગ અલગ પ્રકારની સિરિંજ પર મેક્સિમમ ટ્રેડ માર્જિન 214 ટકાથી લઈને 1251 ટકા સુધીનું છે. નીડલ્સ પર
સરેરાશ ટ્રેડ માર્જિન 83 ટકાથી 356 ટકા સુધીનું છે. પેશન્ટ એક્ટિવિસ્ટ ગ્રુપ ઓલ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કના માલિની
એસોલાએ કહ્યું કે, ડેટા પરથી લાગી રહ્યું છે કે જાણીજોઈને આ કિંમતો વધારવામાં આવી છે. સિરિંજ અને નીડલ્સ સામાન્ય
વપરાશની વસ્તુઓ છે. તેનું બિલ ઘણું વધારે આવે છે. હોસ્પિટલ્સ બિલ વધારવા માટે તેનો આડેધડ ઉપયોગ કરે છે. મોટાભાગના
દર્દીઓ આનાથી આજાણ હોય

Share This Article