ઇન્ડિયન નેવલ એર સ્ક્વેડ્રન 314, છઠ્ઠું ડોર્નિયર એરક્રાફ્ટ સ્ક્વેડ્રન 29 નવેમ્બર, 2019નાં રોજ નેવલ એર એન્ક્લેવ, પોરબંદરમાં આયોજિત એક વિશિષ્ટ સમારંભમાં ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઇસ એડમિરલ એમ એસ પવાર, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલના હસ્તે ભારતીય નૌકાદળમાં સામેલ થયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા વાઇસ એડમિકલ એમ એસ પવાર ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફે કહ્યું હતું કે, “ઇન્ડિયન નેવલ એર સ્ક્વેડ્રન (આઇએનએએસ) 314 ઉત્તર અરબી સમુદ્રામાં દરિયાઈ સુરક્ષા વધારવા અને એના પર દેખરેખ રાખવાના અમારા પ્રયાસોમાં એખ વધુ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.” પોતાના વ્યૂહાત્મક સ્થાનને કારણે આ સ્ક્વેડ્રન ઉત્તર અરબી સમુદ્રનાં અતિ મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં સૌપ્રથમ કાર્યરત થવા માટે એટલે કે પ્રથમ રિસ્પોન્ડર તરીકે કામ કરશે.
આઇએનએએસ 314નું નામ “રેપ્ટર્સ” છે, જે “શિકારી પક્ષીની પ્રજાતિ”માંથી લેવામાં આવ્યું છે. સ્ક્વેડ્રન પર ‘રેપ્ટર પક્ષી’નું ચિહ્ન અંકિત છે, જે દરિયાના વિશાળ વિસ્તાર પર બાજનજર રાખે છે. ‘રેપ્ટર’ મોટું શિકારી પક્ષી છે, જે ઉત્કૃષ્ટ સંવેદનાત્મક ક્ષમતાઓ, શક્તિશાળી અને તીક્ષ્ણ નહોર તથા મજબૂત પાંખો માટે પ્રસિદ્ધ છે. વિમાન પર આ પક્ષીનું ચિહ્ન એની ક્ષમતાનું પ્રતીક છે અને સ્ક્વેડ્રનની ભૂમિકાને વ્યક્ત કરે છે.
સ્ક્વેડ્રન ડોર્નિયર વિમાન, એકથી વધારે કામગીરી કરતા એસઆરએમઆર વિમાનને ઓપરેટ કરશે, જે કાનપુર સ્થિત હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (એચએએલ) દ્વારા નિર્મિત બે ટર્બોપ્રોપ એન્જિન સાથે સજ્જ છે. વિમાનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અભિયાનો, દરિયાઈ સુરક્ષા, શોધખોળ અને બચાવ માટે થઈ શકશે તેમજ શસ્ત્ર સાથે સજ્જ પ્લેટફોર્મને લક્ષિત ડેટા પ્રદાન કરશે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત આપણા દેશમાં વિકસાવેલું અને સ્વનિર્ભર સ્ક્વેડ્રન છે. ભારતીય નૌકાદળે એચએએલ પાસેથી અત્યાધુનિક સંવેદનક્ષમતા અને સજ્જતા ધરાવતા 12 નવા ડોર્નિયર વિમાનની ખરીદી કરી છે, જેમાં ગ્લાસની કોકપિટ, અત્યાધુનિક સર્વેલન્સ રડાર, ઇએલઆઇએનટી, ઓપ્ટિકલ સેન્સર્સ અને નેટવર્કિંગ ખાસિયતો સામેલ છે. સ્ક્વેડ્રન પ્રથમ છે, જેણે આ નવું, ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક આગામી જનરેશનનું ડોર્નિયર વિમાન સ્વીકાર્યું છે. અત્યારે સ્ક્વેડ્રન એમાંથી ચાર ડોર્નિયર વિમાન ઓપરેટ કરે છે.
આઇએનએએસ 314ના કમાન્ડર કેપ્ટન સંદીપ રાય છે, જેઓ કામગીરીના બહોળા અનુભવ સાથે કુશળ અને અતિ અનુભવી ડોર્નિયર ક્વોલિફાઇડ નેવિગેશન ઇન્સ્ટ્રક્ટર છે.
