કોરોનાના એક્સ-ઈ વેરિએન્ટથી ડરવાની જરૂર નથી બધુ ઠીક છે : વૈજ્ઞાનિકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્ર અને ગુજરાતથી ૨ અપુષ્ટ કેસ સામે આવ્યાં બાદ, ઓમિક્રોન સબ-વેરિએન્ટ એકક્ષ-ઈનાં દેશનાં પહેલાં કેસની પુષ્ટિ ભારતીય SAR S-CoV2 જીનોમિક્સ સીક્વેન્સિંગ કંસોર્ટિયમ દ્વારા કરવામાં આવી છે.

જે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનું એક નેટવર્ક છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, હજુ સુધી આ વાતનો કોઇ પૂરાવો નથી કે એકક્ષ-ઈ સબ-વેરિએન્ટનું સંક્રમણ અન્ય ઓમિક્રોન સબ વેરિએન્ટને કારણે થતું સંક્રમણથી અલગ છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એકક્ષ-ઈ વેરિઅન્ટ ચેપના ૨ અપ્રમાણિત કેસોમાંથી, અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી નમૂના નવા પેટા પ્રકારનો નથી.

આઈ.એન.એસ.એ.સી.ઓ.જીના સાપ્તાહિક બુલેટિનમાં એકક્ષ-ઈ વેરિઅન્ટની પુષ્ટિ એવા સમયે આવી છે જ્યારે ૧૨ રાજ્યોમાં કોવિડના કેસમાં વધારો થયો છે, જેના કારણે માસ્ક ફરજિયાત છે. દરમિયાન, ૨૫ એપ્રિલ સુધીના સરકારી ડેટા અનુસાર, અન્ય ૧૯ રાજ્યોમાં કોરોના વાયરસના ચેપના કેસમાં ઘટાડો થયો છે.

આઈ.એન.એસ.એ.સી.ઓ.જી બુલેટિન જણાવે છે કે “Omicron (BA.2) એ ભારતમાં કોરોના વાયરસનું અત્યાર સુધીનું સૌથી પ્રખ્યાત સ્વરૂપ છે. એકક્ષ-ઈ વેરિઅન્ટ એ “રિકોમ્બિનન્ટ” છે. આનો અર્થ એ છે કે તેમાં મ્છ.૧ તેમજ Omicronના BA.2 વેરિઅન્ટમાં જાેવા મળતા મ્યુટેશનનો સમાવેશ થાય છે, અને જાન્યુઆરીમાં પ્રથમ વખત યુકેમાં મળી આવ્યો હતો.

આનુવંશિક પરિવર્તન એ વાયરસ અને અન્ય સજીવોમાં સામાન્ય ઘટના છે. પરંતુ આ આનુવંશિક પરિવર્તનનો માત્ર એક નાનકડો અંશ વાયરસની ચેપ લગાડવાની અથવા ગંભીર બીમારીઓ પેદા કરવાની ક્ષમતામાં નોંધપાત્ર ફેરફાર કરે છે.

Share This Article