અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે પાકિસ્તાની પ્રમુખ ઇમરાન ખાનને અમેરિકી પ્રેમમાં લપેટી લેવાના ચક્કર નિવેદન કરીને ગોટાળા કર્યા તેના કારણે તેમની પ્રતિષ્ઠાની સાથે સાથે અમેરિકાની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પની જીભ જે રીતે લપસી ગઇ તેને જાતા અમેરિકામાં તેમની પોતાની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા પણ કેટલાક ખુલાસા કરવા પડ્યા છે. સવાલ એ થાય છે કે ટ્રમ્પ આ પ્રકારની વાત કરીને કોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમ કહેવામાં આવે છે કે વ્યÂક્ત જેટલી ટોપ પર હોય છે તેટલી જ તેમની જવાબદારી પણ વધી જાય છે. પરંતુ ટ્રમ્પે તો ગોટાળા મારી દીધા છે. તેમના ભ્રમજનક નિવેદનો જારી રહ્યા છે. વિતેલા વર્ષોમાં પણ ટ્રમ્પ કેટલાક ખોટા નિવેદન કરીને ચર્ચા જગાવી ચુક્યા છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જુઠ્ઠાણાનો તો અમેરિકાના મોટા અખબાર વોશિંગ્ટન પોસ્ટે પણ પર્દાફાશ કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટે ટ્રમ્પના આશરે ૧૧૦૦૦ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટે ટ્રમ્પના એવા અનેક નિવેદનોમાં ફેક્ટ ચેક કરીને દાવો કર્યો છે કે, તેમના નિવેદનો મોટી સંખ્યામાં ખોટા અને ભ્રામક રહી ચુક્યા છે. ૧૦મી જૂનના દિવસે પ્રકાશિત કરવામાં આવેલા લેખમાં આ અખબારે લખ્યું છે કે, ટ્રમ્પે પોતાના શાસનકાળ દરમિયાન ૧૦૭૯૬ ખોટા અથવા તો ભ્રામક દાવા કર્યા છે. ટ્રમ્પ સત્તા સંભાળ્યા બાદથી દરરોજ સરેરાશ ૧૨ શંકાસ્પદ અથવા તો ભ્રામક દાવાઓ કરતા રહ્યા છે. આ ગતિથી જુઠ્ઠાણા નિવેદન કરનાર કોઇ પણ વ્યક્તિની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય તેમ નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દા પર અમેરિકાને મધ્યસ્થી કરવા માટે અપીલ કરી હતી તેવા અમેરિકી પ્રમુખના દાવાથી ભારતની રાજનીતિમાં હલચલ ટચોક્કસ પણે વધી ગઇ છે. પરંતુ ટ્રમ્પ ખુલ્લા પડી ગયા છે. અમેરિકાને ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરવાની અને મોડેથી ગુલાંટ મારી દેવાની ફરજ પડી છે.
આ નિવેદનના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તંગદીલી ઉભી થઇ ગઇ છે. ભારત સરકારે ટ્રમ્પના દાવાને રદિયો આપ્યો છે. ટ્રમ્પના મધ્યસ્થી અંગેના નિવેદન બાદ ભારતમાં રાજકીય પક્ષોમાં હલચલ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આ પ્રકારના કોઇપણ નિવેદન અથવા તો આવી કોઇપણ અપીલ ક્યારે પણ કરવામાં આવી નથી. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, શિમલા સમજૂતિ અને લાહોર સમજૂતિના આધાર પર જ સમગ્ર મામલો આગળ વધશે. કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. બંને દેશો સાથે મળીને આનો ઉકેલ લાવશે. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે વિદેશ પ્રધાને ધૈર્યપૂર્વક પોતાનુ નિવેદન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાતચીત વેળા અમેરિકી પ્રમુખે કાશ્મીર મુદ્દે પર મધ્યસ્થીનો દાવો કર્યો હતો. જા કે તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે કોઇ રજૂઆત કરવામાં આવી નથી. એસ. જયશંકરે કહ્યુ હતુ કે તેઓ ફરી દોહરાવી દેવા માટે ઇચ્છુક છે કે મોદીએ ક્યારેય મધ્યસ્થતાની વાત કરી નથી. કાશ્મીર એક દ્ધિપક્ષીય મુદ્દો છે. ભારત સરકારના વલણને ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. અમે અમારા અગાઉના વલણ પર મક્કમ છીએ. તમામ સમસ્યાઓનો ઉકેલ અમે ભારત-પાકિસ્તાન સાથે મળીને કરીશુ.
અમે શિમલા સમજુતીના આધાર પર આગળ વધીશુ. વિદેશ પ્રધાને પોતાના નિવેદનમાં અમે પણ કહ્યુ હતુ કે ત્રાસવાદનો અંત આવ્યા બાદ જ બંને દેશો વચ્ચે કોઇ વાતચીત શક્ય બની શકે છે. તેમણે કહ્યુ હતુ કે સરહદ પારથી ત્રાસવાદના ખાતમા પહેલા કોઇ દ્ધિપક્ષીય શાંતિ મંત્રમા શક્ય દેખાઇ નથી. કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દા તરીકે ગણાવીને ભારત સરકારના વલણને વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું. ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે જુન મહિનામાં જાપાનના શહેર ઓસાકામાં મળ્યા હતા. મોદી અને ટ્રમ્પ વચ્ચે કાશ્મીર મુદ્દા પર ચર્ચા થઇ હતી કે કેમ તેના રેકોર્ડ ભારત અને અમેરિકા પાસે સત્તાવાર રીતે નથી. ટ્રમ્પના નિવેદનમાં ભલે વાસ્તવિકતા ન હોય પરંતુ ભારતમાં આ મુદ્દાએ રાજકીય ગરમી જગાવી દીધી છે. આ ગરમી હજુ અકબંધ રહી શકે છે. કારણ કે સત્ર ચાલી રહ્યુ છે.