ડોન-૩ ફિલ્મના નિર્માણને લઇને જોરદાર અસમંજસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડની નંબર વન અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખુલાસો કરતા કહ્યુ છે કે ડોન-૩ ફિલ્મ હાલમાં બનાવવામાં આવી રહી નથી. પ્રિયંકાએ કહ્યુ છે કે આ પ્રોજેક્ટ પર વહેલી તકે કામ શરૂ કરવામાં આવશે નહી. બીજી બાજુ એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જ કામ કરનાર છે. ડોન-૩ના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકાએ કહ્યુ છેકે ડોન-૩ ફિલ્મ વહેલી તકે શરૂ થઇ રહી  નથી. તે ડોન-૩ ફિલ્મમાં કામ કરી રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પ્રિયંકાએ કહ્યુ છે કે આ ફિલ્મ હાલમાં બની રહી નથી. જેથી આ અંગે કોઇ વાત કરશે નહી. પ્રથમ બે ભાગ શાહરૂખખાનની સાથે બનાવનાર ડોનના નિર્દેશક ફરહાન અખ્તરે  માર્ચ મહિનામાં જ કહ્યુ હતુ કે ડોન-૩ ફિલ્મની પટકથા તૈયાર કરવામાં આવી રહી છે. કામ ખુબ મુશ્કેલ છે. ડોન-૨ ફિલ્મ બનાવ્યા બાદ ડોન-૩ બનાવવાની જાહેરાત કર્યા બાદ ફરહાન પોતે મુશ્કેલી અનુભવ કરી રહ્યો છે. બીજી બાજુ લોકપ્રિય સ્ટારે જેક્લીને એવા હેવાલને રદિયો આપ્યો છે કે તે ડોન-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.

 

Share This Article