મુંબઇ : શેરબજારમાં આજે બુધવારે શરૂઆતી કારોબારમાં ઉથલપાથલ જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૩૫૦૮૯ની સપાટી પર હતો. શરૂઆતી કારોબારમાં ૧૫૦ પોઇન્ટ સુધી સુધારો થયો હતો. જા કે ત્યારબાદ તેમાં ફરી મંદી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે નિફ્ટી નવ પોઇન્ટ ઘટીને ૧૦૫૭૩ની નીચી સપાટી પર રહ્યો હતો. રૂપિયો શરૂઆતમાં બે મહિનાની ઉંચી સપાટી પર ખુલ્યો હતો. તેની કિંમત છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૭૨.૧૬ રહી હતી. બેંચમાર્ક બ્રેન્ટ ક્રુડની કિંમત ઘટીને નીચી સપાટીએ પહોંચી છે તે ૭૦ ડોલરથી પણ નીચે પહોંચી ગઈ છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી તેમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
સીપીઆઇ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ હવે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ ગઇકાલે સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે. બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે. સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાત રહ્યો છે. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી મંગળવારે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૩૨ પોઇન્ટ ઉછળીને ૩૫૧૪૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૩ની સપાટીએ રહ્યો હતો.