મુંબઈ: શેરબજારમાં અફડાતફડી વચ્ચે ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે ૭૩.૪૧ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. કારોબારના અંતે ડોલર સામે રૂપિયો ૭૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ડોલરની ફરી એકવાર જારદાર માંગ જાવા મળી હતી. આયાતકારો અને અન્યો તરફથી ડોલરની લેવાલી જામી હતી. વૈશ્વિક તેલ કિંમતોમાં પણ ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. આજે સવારે રૂપિયો સવારના કારોબાર દરમિયાન રેકોર્ડ ૭૪.૪૧ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
બપોરના ગાળા દરમિયાન તેમાં કેટલીક રિકવરી જાવા મળી હતી. સોમવારના દિવસે ડોલર સામે રૂપિયો ૭૨.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ગઇકાલે મંગળવારના દિવસે રજા રહી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શુક્રવારના દિવસે આરબીઆઈ પોલિસીના પરિણામની અસર પણ તેમાં જાવા મળી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ઉંચી ક્રૂડની કિંમતના પરિણામ સ્વરુપે સ્થાનિક બોન્ડ અને રૂપિયા ઉપર સીધી અસર જાવા મળશે.