ડોકલામ જેવી ઘટનાઓ ફરી થવાની શંકા છે : પૂર્વ કમાન્ડર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ચીનના હાલના પગલાના પરિણામસ્વરૂપે ડોકલામ જેવી ઘટનાઓ ફર થવાની શંકા રહેલી છે. સેનાના બે પૂર્વ ટોપ કમાન્ડર દ્વારા આ મુજબની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બે પૂર્વ કમાન્ડરોએ કહ્યુ છે કે ચીનના પગલાથી એવુ લાગુ છે કે ભવિષ્યમાં ડોકલામ જેવી ઘટના ફરી બની શકે છે. તેમણે કહ્યુ હતુ કે આનો સામનો કરવા અને આવી ઘટનાને ટાળવા માટે ભારતીય સેનાને પ્રભાવિત સરહદી વિસ્તારમાં આધારભુત માળખાની રચના કરવાની તાકીદની જરૂર છે. ડોકલામમાં ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ વેળા સેનાના પૂર્વીય કમાન્ડનુ નેતૃત્વ કરી ચુકેલા લેફ્ટીનન્ટ જનરલ (સેવાનિવૃત) પ્રવીણ બક્સીએ કહ્યુ છે કે તેઓ સરકારના આભારી છે.

કારણ કે સરકારે તેમને આને લઇને કોઇ પણ પગલા લેવા માટે પુરતી સ્વતંત્રતા આપી હતી. તેમના કહેવા મુજબ આ ચીન સૈનિકોને રોકવા માટે યોગ્ય પગલા સાબિત થયા હતા. પૂર્વ ઉત્તરીય સૈન્ય કનાડ્ર લેફ્ટ. જનરલ ડીએસ હુડ્ડા ( સેવાનિવૃત) દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે ડોકલામ, ચુમાર અને ડેમચેક ગતિરોધના સંબંધમાં વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ત્રણેય  ઘટના જુદી જુદી છે. તેમણે કહ્યુ હતુ કે તેમની પાછળના હેતુ પણ જુદા જુદા હોઇ શકે છે.

પરંતુ આ તમામની પેટર્ન એક સમાન રીતે ઉભરીને સપાટી પર આવે છે. આવી સ્થિતીમાં સરહદ પર ભારતીય સેનાને વધારે સાવધાન રહેવાની જરૂર છે. આધારભુત માળખાની રચના કરવામાં આવે તો ફાયદો વધારે થઇ શકે છે. સાથે સાથે આ પ્રકારન ઘટનાને રોકવામાં મદદ મળી શકે છે. ડોકલામ વિષય પર એક ચર્ચા દરમિયાન તેમને કેટલાક વિષય પર વાત કરી હતી.ડોકલામના ગાળા દરમિયાન જટિલ સ્થિતી રહી હતી.

Share This Article