રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીનો સમય લંબાવાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

માર્ચ માસ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છેલ્લો માસ હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વધારો થયો છે. તેમજ દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતાં અરજદારોની સગવડતા જળવાઇ રહે તે સારૂ દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય વધારવાની આવશ્યકતા જણાય છે, જેથી ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો-૧૯૭૦ના નિયમ-૬ અન્વયે ૩૧/૦૩/૨૦૧૮ સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય હાલના સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ કલાકને બદલે સવારના ૧૦:૦૦થી શરૂ કરી સાંજના ૦૬:૧૦ કલાક સુધી કરવામાં આવે છે, એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા જણાવાયું છે.

Share This Article