દેશભરમાં નાગરિક સુધારા કાનુન ૨૦૧૯ને લઇને દેશના જુદા જુદા ભાગોમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે. સીએએ બાદ એનઆરસીના ભયને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન જારી છે. લોકોની વચ્ચે એવા ભ્રમ જોવા મળે છે કે જે લોકોની પાસે ૭૦થી પહેલા જમીનના કાગળ રહેશે નહીં તેમનુ નામ એનઆરસીમાં રહેશે નહી. તેમને દેશમાંથી કાઢી મુકવામાં આવનાર છે. સરકાર તરફથી લોકોના આ ભ્રમને દુર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. એનઆરસીમાં સામેલ થવા માટે સંભવિત દસ્તાવેજોના સંબંધમાં માહિતી આપવામાં આવી છે. હવે એનઆરસી માટે જરૂરી દસ્તાવેજો શુ રહેશે તે નીચે મુજબ છે.
શુ દસ્તાવેજો જરૂરી રહેશે ?
એનઆરસીમાં નામ આવવા માટે આપને પોતાના જન્મની વિગત આપવાની બાબત પુરતી રહેશે. જન્મની વિગત જેમ કે જન્મતારીખ, મહિના, સાલ અને જન્મ સ્થળનો ઉલ્લેખ કરવાનો રહેશે. જો તમારી પાસે પોતાના જન્મના પ્રમાણપત્ર રહેશે નહીં તો આપને આપના માતાપિતાના જન્મના પ્રમાણપત્ર આપવાના રહેશે. જો કે માતા-પિતા દ્વારા અથવા તો તેમના દસ્તાવેજોને જમા કરવાની બાબત ફરજિયાત રહેશે નહી. જન્મતારીખ અને જન્મસ્થાન સાથે સંબંધિત કોઇ પણ દસ્તાવેજો જમા કરીને તમે પોતાની નાગરિકતા સાબિત કરી શકો છો.
જો કે સામાન્ય રીતે હજુ સુધી દસ્તાવેજોના સંબંધમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બાબત તો આવનાર સમયમાં જ જાણી શકાશે કે તેના માટે કયા દસ્તાવેજો માન્ય ગણાશે. સામાન્ય રીતે તો એમ માનવામાં આવે છે કે વોટર આઇડી, પાસપોર્ટ, આધાર, લાયસન્સ, વીમાના પેપર, જન્મ પ્રમાણપત્ર, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, જમીન અને ઘર સાથે સંબંધિત દસ્તાવેજો અથવા તો અન્ય સરકારી દસ્તાવેજોને આમાં સામેલ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે આશા છે કે વધારેને વધારે દસ્તાવેજોને આમાં સામેલ કરવામાં આવનાર છે. ભારતીય નાગરિકને કોઇ પણ પ્રકારની બિનજરૂરી તકલીફ ન થાય તે માટેની ખાતરી કરવામાં આવી રહી છે.
એનઆરસીમાં નામ ન આવ્યુ તો શુ થશે ?
જો કોઇ વ્યક્તિનુ નામ એનઆરસીમાં આવશે નહી તો તેને ડિટેન્શન સેન્ટરમાં લાવવામાં આવનાર છે. આસામમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. ત્યારબાદ સરકાર એવા દેશોનો સંપર્ક કરશે જે દેશોના તેઓ નાગરિક રહેલા છે. જો સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા પુરાવાને બીજા દેશો સ્વીકારી લે છે તો ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં પરત મોકલી દેવામાં આવનાર છે.