કોલકત્તા : કોલકત્તાથી લઇને મુંબઇ અને નવી દિલ્હી સુધી તબીબોની હડતાળના કારમે દર્દીઓની હાલત કફોડી બની ગઇ છે. દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંગાળમાં તબીબોની હડતાળના સમર્થનમાં ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. વારાણસીના બીએચયુમાં પણ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. કોલકત્તાના એનઆરએસ મેડિકલ કોલેજમાં બે જુનિયર તબીબો પર હુમલો કરવામાં આવ્યા બાદ આના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. આજે દિલ્હીમાં તબીબોએ ઓપીડી ઉપરાંત રૂટીન સર્જરી કરવાના મામલાને નહીં જાવાનો નિર્ણય કર્યો હતો.
એમ્સ અને સફદરજંગ હોસ્પિટલમાં નવા દર્દીઓના ઓપીડીમાં નોંધણીને બંધ રાખવામાં આવી છે. દિલ્હી મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર ગિરિશ ત્યાગીએ કહ્યુ છે કે માત્ર ઇમરજન્સી સેવાને ચાલુ રાખવામાં આવી છે. બંગાળમાં તો જુનિયર ડોક્ટર છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા છે. જે તબીબો પર હુમલો કરવામાં આવ્યો હતો તે તબીબોની હાલત ગંભીર બનેલી છે. તબીબોની હાલત સારી દેખાઇ રહી નથી.
દરમિયાન કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યુ છે કે તેઓ સંબંધિત રાજ્યોના મુખ્યપ્રધાન સાથે આ મામલે વાતચીત કરી રહ્યા છે. દિલ્હીમાં એમ્સમાં દરરોદ ૧૦ હજાર દર્દીઓ પહોંચી રહ્યા છે. તબીબો સાથે વારંવાર ખરાબ વર્તન કરવાના કિસ્સા બનતા રહે છે. સાથે સાથે દર્દીઓની સાથે ઉદાસીનતા રાખવાના તબીબોના કિસ્સા પણ હાલમાં સપાટી પર આવ્યા છે.