રાયપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના પલામુમાં પણ આજે જાહેરસભા યોજી હતી. જુદા જુદા કાર્યક્રમોના ભાગરૂપે પહોંચેલા મોદીએ આ ગાળા દરમિયાન પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ માટે ખેડુતો વોટબેંક છે પરંતુ અમારા માટે અન્નદાતા છે. આજ કારણસર તેમની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. માત્ર લોન માફીના વચન આપી રહ્યા નથી. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ચુંટણી જીતવા માટેના ખેલમાં ખેડુતોને દેવાદાર, યુવાનોને સસ્પેન્સ સ્થિતિમાં, માતા અને બહેનોને બિનસુરક્ષિત બનાવીને રાખે છે. તેમણે કહ્યું હતું કે કોયલ નદી પર સ્થિત બંધની યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો ખેડુતોને લોન માફીના નામ ઉપર ગેરમાર્ગે દોરી રહ્યા છે તે લોકો ખેડુતોના કલ્યાણ અંગેની યોજનાઓના નામ પણ સાંભળ્યા નહીં હશે.
તેમણે કહ્યું હતું કે આ કોયલ પક્ષીના નામ છે કે પછી બંધનું નામ છે, કે પછી નદીનું નામ છે તેટલી માહિતી નહીં હોય. મોદી પલામુ મંડલ બંધ યોજના આધારિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ યોજનાની આધારશિલા મુક્યા બાદ મોદીએ જાહેરસભા સંબોધી હતી. આ બંધના નિર્માણથી ઉત્તર કોયલ નદી પર સ્થિત બંધ ઝારખંડમાં ૨૦ હજાર હેકટર અને બિહારમાં ૯૦ હજાર હેકટર કૃષિ ભૂમિને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવશે. બંધ યોજનાના લાભ અંગે માહિતી આપતા મોદીએ કહ્યું હતું કે આનાથી ૨૫ લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે. મોદીએ ઉમેર્યું હતું કે બંધ યોજનાની ફાઈલ ૧૯૭૨માં જતી રહી હતી પરંતુ આ ફાઈલ અટવાયેલી હતી. આ યોજના અટવાઈ પડી હોવાથી તેને પૂર્ણ કરવામાં અડધી સદીનો સમય લાગી ગયો છે. આ અગાઉની સરકારોની બેઈમાનીનો પુરાવો છે. આ યોજના ૩૦ કરોડ રૂપિયામાં પૂર્ણ થનાર હતી.
જેના બદલે હવે ૨૪૦૦ કરોડ રૂપિયામાં પૂર્ણ થઈ રહી છે. ખેડુતોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ માટે ખેડુત વોટબેંક છે પરંતુ સરકાર માટે અન્નદાતા છે. કોંગ્રેસ માટે ખેડુત માટે વોટબેંક છે. અમારા માટે તેમની સ્થિતિ મજબૂત કરવાની વાત છે. કોંગ્રેસની સરકારોએ ખેડુતોને વોટબેંક બનાવ્યા છે પરંતુ તેમની સરકારોએ ખેડુતોને વોટબેંક તરીકે ઉપયોગ કર્યો નથી. મોદીએ કહ્યું હતું કે જા ખેડુતોને વોટબેંકનો હિસ્સો બનાવ્યો હોત તો તેમના માટે ખુબ સરળ કામ હતું. એક લાખ કરોડની જુદી જુદી યોજનાઓની જગ્યાએ એટલા રૂપિયાની લોન માફી કરીને ખેડુતોમાં વહેંચી શક્યા હોત. પરંતુ આનાથી આ પેઢીનું ભલું થનાર નથી. યોજનાઓથી પાંચ પાંચ પેઢીઓને ફાયદો થશે. તેમની સરકારે પાંચ વર્ષમાં એક કરોડ પચ્ચીસ લાખ આવાસ બનાવ્યા છે. અગાઉની યોજનાઓ નામોના આધાર ઉપર ચાલતી હતી પરંતુ અમે સરકારના નામની લડાઈમાં પડ્યા વગર આગળ વધી રહ્યા છીએ.