જો તમે ઓપન પ્લેન ઓફિસમાં કામ કરી રહ્યા છો તો કામના ગાળા દરમિયાન પ્રોડક્ટિવ અને ફોક્સ્ડ રહેવા માટે હેડફોન જરૂરી એક્સેસરી સાબિત થાય છે. પરંતુ કેટલીક વખત તમે તમારી આસપાસના મુવમેન્ટથી લઇને પણ હેરાન પરેશાન રહો છો. આ સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જાપાનમાં એક ટીમે હાલમાં નવી શોધ કરી છે. એક જાણીતી કંપનીએ હવે વિયરેબલ ડિવાઇસ વિયર સ્પેસ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. જેમાં વાયરલેસ હેડફોન્સ અને યુક આકારના ફેબ્રિકથી ઢંકાયેલા બેન્ડ હોય છે. જે તમામા માથાના પાછળના ભાગને કવર કરે છે. તેના હેડફોન્સમાં નોઇસ કૈસલિંગની સુવિધા પણ હોય છે.
આના કારણે તમે ઓફિસના બેકગ્રાઉન્ડમાં થઇ રહેલા અવાજથી બચી શકાય છે. આના બેન્ડ તમારા વિજનને મર્યાિદત કરે છે. જેથી કામમાં ધ્યાન વધારે કેન્દ્રિત થઇ શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ આ નવા ક્રાન્તિકારી અને ઉપયોગી ડિવાઇસ વિયર સ્પેસને પહેરી લે છે ત્યારે ચારેબાજુ પોતાની રીતે પોતાની રીતે મેસેજ પહોંચી જાય છે. એવો મેસેજ તમામ જગ્યાએ પહોંચી જાય છે કે આને પહેરનાર વ્યક્તિ માત્ર પોતાની વર્તમાન ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિયર સ્પેસને પહેરનાર વ્યક્તિ માત્ર પોતાની સામે રહેલી ચીજ વસ્તુ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આનુ વજન માત્ર ૩૩૦ ગ્રામનુ હોય છે. આના કારણે કોઇ બોજનો અનુભવ પણ થતો નથી. આ પ્રોડક્ટિવિટી માટે ખુબ શાનદાર અને અસરકારક ગેજેટ સાબિત થઇ શકે છે. આસપાસના વિસ્તારમાં જ્યારે વાતાવરણ હેરાન કરનાર હોય છે ત્યારે આ ગેજેટ તમારા ધ્યાનને અન્યત્ર જતા રોકવામાં મદદરૂપ બને છે.