ડાયરિયા મુખ્યરીતે વાયરલ અને રોટાવાયરસના કારણે થતી એક બિમારી તરીકે છે. આજકાલમાં વાયરલના કારણે ડાયરિયા વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાથે સાથે શિશુમાં શ્વાસની સમસ્યા પણ વધી જાય છે. આના કારણે નાના બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. જ્યારે શિશુ ઇન્ફેક્શનગ્રસ્ત દુધ અથવા તો કોઇ અન્ય ચીજ લઇ લે છે ત્યારે તેમાં ડાયરિયાનો ખતરો વધી જાય છે. જેથી છ મહિનાથી નાના શિશુને બહારની ચીજો ન આપવા માટેની સલાહ નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવે છે. વિન્ટર ડાયરિયામાં શિશુને એન્ટીબાયોટિક દવા આપવી જોઇએ નહીં.
કારણ કે આ સિઝનમાં બેક્ટેરિયા નહીં બલ્કે વાયરસના કારણે ઇન્ફેક્શન વધારે થાય છે. વાયરલમાં એન્ટીબાયોટિક દવા આપવાથી બાળકના શરીરમાં રેસિસ્ટેન્સ વિકસિત થઇ જાય છે. આગળ ચાલીને દવાની અસર ઘટી જાય છે. બચાવ માટે હાથ અને શરીરની સફાઇ જરૂરી છે. એક વર્ષથી નાના બાળકોને વિન્ટર ડાયરિયાનો ખતરો સૌથી વધારે રહે છે.
સાતથી આઠ વખતથી વધારે શિશુને પાતળા દસ્ત થઇ રહ્યા છે તો તે વિન્ટર ડાયરિયાની શ્રેણીમાં આવે છે. છ માસ કરતા નાના શિશુને બહારની ચીજો આપવાથી ડાયરિયાની શંકા વધી જાય છે. આ સિઝનમાં એક વર્ષ સુધીના શિશુમાં વિન્ટર ડાયરિયાનો ખતરો રહે છે. તેમાં શિશને પાતળા દસ્ત થઇ જાય છે. કેટલીક વખત તાવની સાથે ઉલ્ટી પણ થાય છે. શિશુ સુસ્ત રહે છે. તે ફિડ કરવાની સ્થિતિ માં રહેતો નથી. આવી સ્થિતિ રહે તો તબીબોની સલાહ તરત લેવામાં આવે તે જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા મુજબ વિન્ટર ડાયરિયામાં માત્ર ઓઆરએસ તેમજ જિન્ક મિશ્રણ આપવામાં આવે તે જરૂરી છે.
જે શિશુ ઉપરની ચીજો લઇ રહ્યા છે તેમને દાળનુ પાણી, કેળા, દહી જેવી ચીજો આપી શકાય છે. વારંવાર પાણી પિવડાવવાની પણ જરૂર રહે છે. શિશુની કોઇ પણ ચીજ બનાવતી વેળા સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને સાફ સફાઇ અતિ જરૂરી છે.