ન ભુલીશું ન માફ કરીશું CRPF દ્વારા ચેતવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પુલવામા : પુલવામામાં આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે સીઆરપીએફના જવાનોએ પણ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. ૪૪ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ સીઆરપીએફે ટ્વિટર હેન્ડલથી શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે, અમે ન ભુલીશું અને ન માફ કરીશું. આજે કેબિનેટની બેઠક બાદ એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પણ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમના આકાઓએ ખુબ મોટ ભુલ કરી દીધી છે. તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે. હિસાબ બરોબર કરવામાં આવશે. સીઆરપીએફ દ્વારા પણ એક ફોટો શેયર કરીને કહેવામાં આવ્યું છે કે, કોઇ કિંમતે આતંકવાદીઓને માફ કરવામાં આવશે નહીં. શહીદ જવાનોને અમે સેલ્યુટ કરીએ છીએ. શહીદો સાથે દેશ છે.

Share This Article