દુનિયાના અમીર લોકોમાંથી એક ભારતીય અમીર એટલે મુકેશ અંબાણી. તેમની દિકરી ઇશા હવે એમબીએ ગ્રેજ્યુએટ થઇ ગઇ છે. ઇશાએ ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ બિઝનેસ ઇન સ્ટેનફોર્ડમાંથી ડિગ્રી લીધી છે. ઇશાએ હાલમાં જ યુનિવર્સિટીની 127મી વર્ષગાંઠ પર ડિગ્રી હાંસિલ કરી છે.
સ્ટેનફોર્ડ દુનિયાની ટોપ યુનિવર્સીટીઝમાં સ્થાન પામેલી છે. યુનિવર્સીટીની વેબસાઇટ પ્રમાણે એક સેમેસ્ટરની ફીસ 22956 ડોલર એટલે કે 6152208 રૂપિયા છે. આ ફક્ત ટ્યુશન ફીસ છે. બીજા સેમેસ્ટરની ફીસ 5944240 રૂપિયા છે. તે સિવાય ડોક્યુમેન્ટ ફીસ, મીલ, સ્પેશિયલ ફીસ, હાઉસિંગ ફીસ, હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરે માટે અલગ રૂપિયા ભરવામાં આવ્યા છે.
એમબીએ પહેલા ઇશાએ સાઇકોલોજીમાં બેચલર ડિગ્રી લીધી છે. તે એક કંપનીમાં કામ પણ કરી ચૂકી છે. ઇશાની સગાઇ અજય પીરામિલના દિકરા આનંદ પીરામીલ સાથે થઇ ગઇ છે. ચર્ચા છે કે ઇશા અને આનંદના લગ્ન આ શિયાળામાં થઇ જશે.
2015માં ઇશાનું નામ પાવર બિઝનેસ વુમનમાં સામેલ કરવામાં આવ્યુ હતુ.