DJ નિહાર પ્રાચીન મંડળી ગરબા થકી યુવાઓને થનગનાવશે

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ : છેલ્લા બે, ત્રણ વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા, આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગોના ગરબામાં, ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઈલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની બીટને DJ નીહાર દ્વારા યૂટ્યૂબ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદ્ભુત કામ કરવામાં આવ્યું છે. DJ નિહારના આ મંડલી ગરબા ૧૯ સપ્ટેમ્બરે સારે ગા મા ગુજરાતી પર પણ રિલીઝ થવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અમદવાદના એજ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉંડમાં થતા હોય છે જેની એ જ ટ્યુન અને એજ ફિલ સાથે હવે જાણિતા મંડળી ગરબાના સંગીતને ખેલૈયાઓ યૂટ્યૂબના માધ્યમથી પણ સોસાયટી કે ગરબા ગ્રાઉન્ડમાં “મંડળી ગરબા” યુટ્યુબ પરથી તમે વગાડી શકશો. અત્યાર સુધી મંડળી ગરબા કરવા માટે તમારે મંડળીના કલાકારોની જરૂર હતી, કે, જે તે જગ્યા પર આયોજકો દ્વારા ગરબા થતા હોય ત્યાં જવું પડતું હતું પરંતુ હવે તમારે એ કલાકારોની જરૂર નથી હવે આ ગરબામાં “મંડળી ગરબો” , “મંડળી ડાકલાં” અને “મંડળી રિમિક્સ” તમને યુટ્યુબમાં કોઈ પણ ખર્ચ વગર મળી રહેશે.

આ ઉપરાંત અત્યાર સુધી જ્યાં પણ પ્રાઇવેટ ગરબા થાય છે ત્યાં લાયસન્સ લેવું પડતું હોય છે. પરંતુ જો તમે મંડળી ગરબા કરો છો તો તમારે લાયસન્સ લેવાની જરૂર નથી અને તમે લાયસન્સ ફી થી પણ બચી જશો, તેમજ અમારા મંડળી ગરબા કોઈ પણ DJ ફ્રીમાં પણ વગાડી શકસે.

DJ નીહારે જણાવ્યુ હતું કે, “મંડળી ગરબો” , “મંડળી ડાકલાં” અને “મંડળી રિમિક્સ” વિશેષ રીતે યુવા પેઢી માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તેઓ પરંપરા સાથે જોડાઈ નવરાત્રિના ઉત્સાહને એક નવા અંદાજમાં માણી શકે. અને આ નવરાત્રિમાં ગરબા પ્રેમીઓ માટે અમારા ગરબા ખેલૈયાઓને અનોખો સંગીતમય અનુભવ કરાવવાનો છે.

જાણો શા માટે સિટીની ફાઈવ સ્ટાર હોટેલ રેનાસેન્સમાં ગરબા કરવા જોઈએ

શહેરની મધ્યમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલ રેનાસેન્સમાં થનારા “મંડળી ગરબા બાય DJ નિહાર”માં આ વખતે હોટેલ રેનાસેન્સ દ્વારા એ તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનાથી કોઈપણ ગરબા પ્રેમીઓને નાનામાં નાની અગવડતાનો અનુભવ ન કરવો પડે, પોતાના પરિવારો અને મિત્રો સાથે માતાજીની ભક્તિ સાથે ગરબા રમીને નવરાત્રિ મહોત્સવને ગરબા પ્રેમીઓ માણી શકે તે માટે હોટેલ રેનાસેન્સમાં ખેલૈયાઓ માટે સ્વાદિષ્ટ ફુડની પણ વિવિધ વેરાઈટી પણ રજુ કરવામાં આવશે. નવરાત્રિમાં મોટા ભાગે પાર્કિંગની અગવડતાના કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે જેથી હોટેલ રેનાસેન્સ દ્વારા પાર્કિંગની પણ સરળ અને સુંદર સુવીધા કરવામાં આવી રહી છે. ખુલ્લા આકાશમાં ગરબા પ્રેમીઓ ગરબા કરી શકે તે માટે હોટલ રેનાસેન્સ 16 હજાર સ્કેવર ફુટ જેટલી જગ્યામાં પોતાનું ગરબા વેન્યુ તૈયાર કરવા જઈ રહ્યાં છે. સુંદર લોન સાથે એક હાઈજેનીક સેટઅપમાં હોટેલ રેનાસેન્સ ગરબાપ્રેમીઓને ગરબે ઝુમાવવા આતુર છે.

પોતાના આલ્બમ વિશે વધુમાં વાત કરતા DJ નિહારે જણાવ્યું હતુ કે, “મારો હેતુ પરંપરાગત ગરબા સંગીતને યુવાનો સુધી નવો રંગ અને નવી ઊર્જા સાથે પહોંચાડવાનો છે. “મંડળી ગરબો” , “મંડળી ડાકલાં” અને “મંડળી રિમિક્સ” મારફતે અમે સાંસ્કૃતિક વારસાને આધુનિક ધબકાર સાથે પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેથી નવરાત્રિનો આનંદ અને ઉત્સાહ દ્વિગુણો બને.” નવરાત્રીમાં પ્રાચીન અને પરંપરાગત ગરબામાં શરણાઈ સૂર પર સમગ્ર અમદાવાદ મનમુકીને ઝૂમી શકે તે માટે અમે તમામ કલાકારોનું પહેલી વાર રેકોર્ડિંગ કરાવ્યું છે. જેમાં તેમની ગરબાની ટ્યુનની સાથે મેં મારા ટેક્નોને મીક્સ કરી છે. જેનો સમન્વય ખૂબજ એનર્જેટિક અને અદભુત રહ્યો છે.

DJ નિહારે તેમની સંગીતયાત્રાની શરૂઆત વર્ષ 2004માં સ્થાનિક ડિસ્કોથી કરી હતી. ત્યારથી તેઓએ અમદાવાદની અનેક જાણીતી જગ્યાઓ પર રેસિડેન્ટ DJ તરીકે કામ કર્યું છે – જેમાં કોર્ટયાર્ડ બાય મેરીયટ, ક્રાઉન પ્લાઝા, ફર્ન, રેનેસાંસ, રામાડા, પ્રાઇડ, નવોટેલ, ફોર પોઇન્ટ્સ બાય શેરાટન, એલોફ્ટ, ધ ક્લાઉડ અને અન્ય ક્લબ્સનો સમાવેશ થાય છે. DJ નિહારે અત્યાર સુધી 1000થી વધુ ખાનગી, સામાજિક, કોર્પોરેટ, શૈક્ષણિક કેમ્પસ તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં પોતાની અનોખી સંગીત કળા દ્વારા સૌને ઝૂમાવ્યા છે.

Share This Article